Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ભાજપની મહિલા નગર સેવિકાનો પતિ ફરી ‘કર્તવ્ય’ ભુલ્યો, અગાઉ દારૂમાં ઝડપાયેલા કર્તવ્ય રાણાએ 2 વ્યક્તિને ચપ્પુ હુલાવ્યું, એક ગંભીર.

Share

ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકા હેમાલી રાણાનો પતિ કર્તવ્ય રાણાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. અગાઉ દારૂના વેપલામાં ઝડપાયેલા કોર્પોરેટરના પતિ કર્તવ્ય એ હવે 2 લોકોને અંગત અદાવતે ચપ્પુ હુલાવી દીધું છે. જેમાં એક યુવાનની હાલત ગંભીર છે. એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચમાં ભાજપની મહિલા નગર સેવિકાના પતિએ અંગત અદાવતે બે યુવાનો પર શક્તિનાથ વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કર્યો છે. બંને યુવાનો પૈકી પ્રિયંક મહંતની હાલત ગંભીર જણાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આઈ.પી.સી. 307 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

Advertisement

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3 ના ભાજપના મહિલા કાઉન્સીલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય પ્રવીણભાઈ રાણાએ બે મિત્રો પર છરી વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર-3 ના મહિલા કાઉન્સિલર હેમાલી રાણાના પતિ કર્તવ્ય રાણા તેના કારનામાંથી ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. અને તેની સામે કાયદાનો સિકંજો કસાયો છે. ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJP ના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી.

શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPC ની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ પણ કર્તવ્ય રાણા વિવાદમાં આવી ચૂક્યો છે. અગાઉ પ્રોહિબીશનના ગુનામાં પણ તેની ધરપકડ થઈ હતી.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

લીંબડી એ.પી.એમ.સી. ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

ઝઘડીયા નું વિભાજન કરી રાજપારડી ને તાલુકો બનાવવા માંગ,તાલુકો બનતા સર્વાંગી વિકાસ ઝડપી બની શકે.

ProudOfGujarat

વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત, ટોળાએ 10 વાહનોને આગ ચાંપી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!