Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના લિંક રોડ પર આવેલ ઈલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ.

Share

ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લાના અનેક સ્થળે ઔદ્યોગિક એકમો, મકાનો અને હવે દુકાનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ છેલ્લા એક માસથી સામે આવી રહી છે.

આજે સવારે ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારમાં આવેલ મનીષાનંદ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે જ આવેલ એક ઇલેક્ટ્રોનિકની બંધ દુકાનમાં અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગતા સ્થળ ઉપર ઉપસ્થિત લોકોમાં એક સમયે નાશભાગ મચી હતી, દુકાનમાંથી મોટી માત્રામાં ધુમાડા નીકળતા સ્થાનિકોએ દુકાનના સંચાલક સહિત ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને ઘટના અંગેની જાણકારી આપી હતી.

ઘટનાની જાણકારી થતા જ સંચાલક સહિત ભરૂચ નગરપાલીકાના ફાયર લાશકરો લાયબંબા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને દુકાનમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ત્વરિત કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગેલ આગમાં દુકાનમાં રહેલા ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ જતાં દુકાનના સંચાલકને ભારે નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને અપાયેલી છૂટછાટ પાછી ખેંચવાની જાહેરાત કરતા જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ આરોગ્ય સેવાઓ પરત્વે ઉદાસીનતા જોવા મળી હતી આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રોજગાર વંચિત શિક્ષિત બેરોજગારો દ્વારા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફિસ સામે ધરણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!