Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેજલપુરનાં વાણીયાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ નગરપાલિકા સમક્ષ કરી રજૂઆત.

Share

ભરૂચમાં આવેલ વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી મળતું ન હોય આજે આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે પાણી વિતરણની સમસ્યા વિશે રજૂઆત કરી હતી.

ભરૂચના વેજલપુર વાણીયાવાડ વિસ્તારમાં ઘણાં વર્ષોથી કોર્પોરેશન દ્વારા વિતરણ થતું પાણી ન મળતું હોય આથી મહિલાઓ આ સમસ્યાના નિરાકરણ માટે આજે નગરપાલિકાની કચેરીએ પહોંચી હતી. આ વિસ્તારના રહેવાસીઓ નું જણાવવું છે કે કોર્પોરેશન દ્વારા વર્ષોથી પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ છેલ્લા 15 વર્ષથી અમારા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ થતું નથી. તે પહેલા આ વિસ્તારમાં કોર્પોરેશનનું પાણી વિતરણ થતું હતું પરંતુ ત્યારબાદ છેલ્લા 15 વર્ષથી પાણી વિતરણ ન થતા અમારે વપરાશનું તેમજ પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ થતું નથી આથી આજે અમારા દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે કે અમારા વિસ્તારને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવે અને અમારી સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.

ProudOfGujarat

આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ : વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી બંધ રખાયું હોવાની ચર્ચા.

ProudOfGujarat

ખેડૂત નેતા રાકેશ ટીકૈટની ગુજરાત મુલાકાત પહેલા, ખેડૂત સંવાદ કેવડિયામાં કરવા ધારાસભ્યની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!