Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના તલોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની ટિફીન બેઠક યોજાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતે રવજીભાઇ વસાવાના ફાર્મ પર ભારતીય જનતા પાર્ટીની ટિફિન બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં ઝઘડિયા વિધાનસભા બેઠકના પ્રભારી જનકભાઇ શાહ, પ્રેરકભાઇ પટેલ, રવજીભાઇ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ, કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા, ઝઘડિયાના ઉપસરપંચ અને જીલ્લા ભાજપા આદિવાસી મોરચાના મંત્રી વિનોદભાઇ વસાવા, તાલુકા ભાજપા મહામંત્રીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ અને કેતવ દેસાઇ, જીલ્લા પંચાયત સભ્ય વાસદીયા, ઝઘડિયા એપીએમસી ચેરમેન દિપક પટેલ, દિનેશ વસાવા,હિરલ પટેલ, નરેન્દ્રસિંહ રાજ, કેતન પાદરીયા, પ્રદેશ ભાજપા આદિવાસી મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા, જીલ્લા ભાજપા વેપારી સેલ કન્વિનર સંજય ચૌહાણ,તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા ભાજપા અગ્રણી જનકભાઇ શાહે ટિફિન બેઠકનું મહત્વ સમજાવ્યું હતું. ઉપરાંત બેઠકમાં પેજ સમિતિને લગતી કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને સંગઠન મજબુત બનાવવાની વાત પર ભાર મુકવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં કોલીવાડા એલ એન્ડ ટી કંપનીનાં પ્લાન્ટ સામે ગ્રામજનોનો કલેકટરમાં હોબાળો…

ProudOfGujarat

વાગરા માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે સગીર ઝડપાયા

ProudOfGujarat

તાપી-ઉચ્છલ ના નારણપુરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત ની ઘટના-ત્રણ સારવાર હેઠળ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!