Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના કુકરવાડા ગામમાં બેફામ બનેલા નશાનો વેપલો કરતાં તત્વો સામે સ્થાનિકો લાચાર…!!

Share

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામમાં દારૂની ભઠ્ઠીઓ પુન: શરૂ થતાં આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિતમાં આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચના કુકરવાડા ગામના મનીશકુમાર પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા પોલીસ અધિક્ષકને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે કુકરવાડા ગામમાં અવારનવાર દેશી દારૂનું વેચાણ થાય છે. તથા ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. દેશી દારૂનું વેચાણ થતું રહે છે. ગામમાં દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા રજૂઆત કરાઇ છે. તાજેતરમાં પોલીસ ખાતા દ્વારા ગામમાં મિટિંગ કરી દેશી દારૂના દૂષણને ડામવા માટેની કામગીરી કરવાને બદલે દારૂની ભઠ્ઠી ચલાવનારને ખાનગી રાહે પોલીસ ખાતું પ્રોટેકશન આપતું હોય છે. આથી અમારા ગામને દેશી દારૂના ભઠ્ઠાઓ બંધ કરવવા અમારા ગામના લોકોની માંગ છે.

Advertisement

અત્રે નોંધનીય છે કે ભરૂચના કુકરવાડા ગામે દેશી દારૂના ભઠ્ઠાઓ બંધ કરવાની અહીં લોકમાંગ ઉઠી છે. પરંતુ કોના ઇશારે પોલીસ ખાતું કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગ્રામજનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી છે.


Share

Related posts

વડોદરા-ડભોઈના પલાસવાળા ગામે જુગાર રમતા ઝડપાયા ૮ નબીરા ઝડપાયા-લાખ્ખો નો મુદ્દામાલ કબ્જે લેવાયો……

ProudOfGujarat

મેગાસ્ટાર અનિલ કપૂર અને ઉસૈન બોલ્ટે એક ભવ્ય રમત સમાપન સમારોહમાં ભારતના યુવા ખેલાડીઓને બિરદાવ્યા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં સામસામે અડફેટે કાર ડિવાઇડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!