Proud of Gujarat
FeaturedGujaratINDIA

સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા નૂપુર શર્મા પર કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે અપાયું આવેદનપત્ર..!!

Share

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા તાજેતરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. આ નિવેદનને સમસ્ત ભરૂચ જિલ્લા લઘુમતી સમાજ એ સખ્ત શબ્દોમાં વખોડી કાઢયું છે તેમજ વધુમાં જણાવ્યું છે કે મુસ્લિમ સમાજની આ નિવેદનથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે, ભારતને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાને તોડી આ નિવેદન સમાજમાં રોષ ઉભો કરે છે તેમજ શાંતિ ડહોળી રહ્યું છે આથી નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ આ નિવેદન બદલ સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે.

Advertisement

Share

Related posts

મહીલાઓ દ્રારા અનોખા ગરબામા મન મુકીને ગરબા રમે છે દીકરીઓ.

ProudOfGujarat

वलसाड मैं तेज बारिश के दौरान तंत्र की खुली पोल..open link must see this video

ProudOfGujarat

અંકલેશ્વર- ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પરત ઘરે આવતાં અને અંકલેશ્વર નું નામ રોશન કરતા વીર જવાન નું સ્વાગત કરવામાં આવ્યું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!