Proud of Gujarat
FeaturedGujaratINDIA

દુર્ગંધે ભારે કરી : ભરૂચ નગરપાલિકા વિસ્તારોમાં અનેક મૃત જાનવરો છતાં તંત્ર ઉઠાવવા જતું નથી, જુઓ શું છે કારણ.

Share

ભરૂચ નગરપાલિકાના કાર્યવિસ્તારમાં આમેય વરસાદી પાણીના ભરાવાના કારણે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજય જોવા મળે છે તેમાં મૃત જાનવરોના નિકાલના અભાવે પ્રજા કોઈ મોટી બીમારીનો ભોગ બને તો નવાઈ નહીં. નગરપાલિકામાં આજદિન સુધી 50 થી વધુ ફરિયાદો મૃત જાનવરો સંદર્ભે મળી છે છતાં તેનો નિકાલ થતો નથી. અમુક સ્થળે મૃત જાનવરો ભરેલી ગાડીઓ પડી રહે છે તો બીજી બાજુ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત જાનવારોના નિકાલની ફરિયાદો આવી રહી છે. મૃત જાનવરોની દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. સફાઈ ખાતાના ચેરમેન આ દિશામાં નક્કર પગલાં ભરે તે જનહિતમાં ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

અખબારોમા લોનની લોભામણી જાહેરાતો આપીને છેતરપીંડી કરતા પતિ-પત્ની ને પકડી પાડતી પંચમહાલ સાયબર પોલીસ

ProudOfGujarat

ભરૂચ:મતગણતરીના દિવસે વાહનોના અવર-જવર ઉપર કેટલાંક નિયંત્રણો મુકાયા…

ProudOfGujarat

ઝધડીયા : સિમધરા ગામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બાઇક સળગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!