Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ને.હા ૪૮ પર વડદલા નજીક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત, અન્ય એક ઘાયલ.

Share

ભરૂચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતોની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રોજ મ રોજ બનતી અકસ્માતની ઘટનામાં કેટલાય લોકોઓ જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોવાથી સારવાર લેવા મજબુર બની રહ્યા છે. ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી નબીપુર પાલેજ સુધીનો હાઇવેનો માર્ગ જાણે કે અકસ્માત ઝોન બની રહ્યો છે.

આજે સવારે ભરૂચના ને.હા ૪૮ પર વડદલા નજીક એક ટ્રેલર નંબર DD01 A 9801 ના ચાલકે રસ્તે પસાર થતી એક મોટરસાયકલને અડફેટે લેતા મોટર સાયકલ પર સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, તો અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને ૧૦૮ ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ પોલીસ વિભાગને કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

રાજપીપળા : ઓરી ગામની યુવતી સાથે મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કરતા આરોપી સામે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

દહેજ નજીક લખીગામ ખાતે લક્ઝુરિયસ કારમાં દારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે

ProudOfGujarat

SRICT સેન્ટર ઓફ એક્સેલન્સ શાળાના વિદ્યાર્થીઓ માટે અગ્નિ અને જીવન સુરક્ષા પર મૂળભૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!