Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેશનલ હાઇવે પર અજાણ્યા વાહને ટેમ્પાને ટક્કર મારતા એક ઇસમનું કરૂણ મોત નિપજયુ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામ પાસે પિકઅપ ટેમ્પોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક ટેમ્પો ફૂલ ભરી મહારાષ્ટ્રથી વડોદરા તરફ જઇ રહ્યો હતો દરમ્યાન ટેમ્પાને પંચર પડ્યું હતું. અજાણ્યા વાહને ઉભેલા ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પામાંથી ફૂલો નીચે પડી રસ્તામાં વેરણછેરણ થઈ ગયા હતા. સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઈસમને ગંભીર ઇજાઓ થતા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માત સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

જ્યારે સલમાન ખાને કહ્યું કે ટાઇગર શ્રોફ તેને સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે!

ProudOfGujarat

વડોદરા-સ્કૂલના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યા ના આરોપ થી ખળભળાટ

ProudOfGujarat

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા નેશનલ લોક અદાલત યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!