Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ LCB એ અંક્લેશ્વર હાઈવે પરથી ખેરનાં લાકડા ભરેલી ટ્રક ઝડપી …

Share

ડુંગળીની આડમાં મુબંઈથી દીલ્હી લઈ જવાતો હતો જ્થ્થો…

LCB રૂ. ૧૧ લાખના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ કરી…

Advertisement

ભરૂચ LCB પોલિસે બાતમીનાં આધારે તા. ૨૯ મી ની મોડી રાત્રે અંક્લેશ્વર હાઈવે પરથી ડુંગળીની આડમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો ખેરનાં લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત પોલિસ સૂત્રીય માહિતિ અનુસાર ભરૂચ LCB પોલિસનાં ASI બાલિભાઈ, મનસુખભાઈ, મણિલાલ સહિત પોલિસ જવાનોએ બાતમીનાં આધારે અંક્લેશ્વર નેશનલ હાઈવે નં-૮ પર તા. ૨૯મીની રાત્રે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન તેમણે મુંબઈ તરફથી આવતી એક ટ્રક નં-MP.09 HF- 7852 ને ખરોડ ચોકડી નજીક અટકાવી હતી.

ટ્રકની તલાસી લેતાં તેમાથી ડુંગળીની આડમાં લઈ જવાતો ખેરનાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. કોઈ પણ બિલ કે પરમિટ વિનાનાં અલગ અલગ સાઈઝનાં ૨૯ નંગ ખેરનાં લાકડાં કિંમત રૂ. ૫ લાખ સાથે પોલિસે તમિલનાડુનાં રહેવાસી સુલતાન પેટનાં નેહરુનગર, કેલામંગલમનાં રહેવાસી રોશન જમીર અબુબકર શેખ અને ફૈયાઝ બશીર સૈયદ ની ધરપકડ કરી છે. LCB એ ખેરનાં લાકડાં કિંમત રૂ. ૫ લાખ, ટ્રકની કિંમત રૂ. ૫ લાખ ૪૮૦૦ KG ડુંગળી કિંમત રૂ. ૯૬૦૦૦,રોકડા રૂ. ૧૨૦૦૦ તથા બે મોબાઈલ કિં.રૂ. ૫૦૦૦ મળી કુલ રૂ. ૧૧,૧૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો મુંબઈથી ભરી દિલ્હી લઈ જવાતો હોવાની વિગતો પૂછપરછમાં સામે આવી છે. LCB એ વનવિભાગને પણ આ ઘટના અંગે જાણ કરી છે.


Share

Related posts

નડિયાદ : વ્યાજખોરીના પીડિતોને નિસંકોચ ફરિયાદ કરવા અમદાવાદ પોલીસ આઈજીની અપીલ

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘના ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો …

ProudOfGujarat

કોસંબા નજીક સાવા માર્ગ પર રાત્રિનાં સમયે બિંદાસપણે દીપડો લટાર મારતાં પસાર થનારા લોકોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!