Proud of Gujarat
FeaturedGujaratINDIA

“My livable Bharuch” અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવા જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Share

“My livable Bharuch” અંતર્ગત જિલ્લમાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેર બનાવવાં જાગૃતતા કાર્યક્રમ માતરિયા તળાવ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાને પ્લાસ્ટિક મુકત બનાવવા તથા પ્લાસ્ટીકની થેલીઓનો વપરાશ બંધ કરે તે માટે જ્યુટ બેગ આપવાની અનોખી પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી માટે આ જિલ્લાની અનોખી પહેલ હાથ ધરાઇ છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના શહેરીજનો સૂકો-ભીનો-કાર્બનિક કચરાનું વિભાજન અને નિકાલ અલગ-અલગ કચરાપેટીમાં નિયમિત કરે, પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ સદંતર બંધ કરે અને શહેરીજનોમાં સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકત શહેરની બહોળી જાગૃતતા ફેલાય એવા હેતુસર આજના આ કાર્યક્રમની આયોજન કરાયું છે. સમયસર ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની નગરપાલિકાની શરૂઆતને પણ કલેકટર એ આવકારી હતી.

આ ઉપરાંત કે જી એમ સ્કૂલના છાત્રોએ આ પ્રસંગે સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિક મુકતીની જાગૃતિ બાબતે નુક્કડ નાટક કર્યું હતું. આ પ્રસંગે “માય લિવેબલ ભરૂચ” – સીએસઆર પહેલ અંતર્ગત ગેઈલ ઈન્ડિયા લિમિટેડ, આમોદ દ્રારા કુલ ૮૦ નંગ ૦૩ જોડી કચરાપેટી અને કુલ ૩૦૦ નંગ જ્યુટ બેગ આપવામાં આવી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, ગેઈલ ઈન્ડિયાના એસ.કે મુશલગાંવકર, કે જી એમ સ્કૂલના પ્રિન્સીપાલ સહીત છાત્રો તથા જિલ્લાના અગ્રીણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 100 મહિલા પોલીસકર્મીઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો ત્રીજો ડોઝ અપાયો

ProudOfGujarat

જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ ૦૦૦૦૦૦

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે શાળાના પાઠયપુસ્તકો ની અછત અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!