Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી શાળામાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ યોજાયો.

Share

મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુનીર મુન્શી સા.મા. શાળા, મર્હૂમ દાઉદ મુન્શી ઉ.મા. શાળા અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ માટે ગુજરાત કાઉનસેલિંગ ઓફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરુચ દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામમાં પરમ લોકવિજ્ઞાન કેન્દ્રના એસ્ટ્રોનોમર અરવિંદ પંચાલ સાહેબ તથા કો-ઓર્ડિનટર કેશાબેન પ્રજાપતિ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. અરવિંદભાઇ પંચાલ સાહેબ દ્વારા અંધશ્રદ્ધા માટેના લગભગ 10 જેટલા ચમત્કારના પ્રયોગો બતાવી બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ તેમણે બાળકોને જણાવ્યુ કે આ પ્રયોગોમા કેમિસ્ટ્રિ રહેલી છે જેનાથી સમાજમાં રહેલા લુટારુઓ આવા પ્રયોગો બતાવી ભોળા લોકો પાસેથી પૈસા લુંટે છે તો સમાજમાં રહેલી આવી અંધશ્રદ્ધા દૂર કરવા બાળકોને સલાહ આપી હતી. પ્રોગ્રામના અંતમાં મુન્શી ટ્રસ્ટના અધિકારી દ્વારા તેમનું પુષ્પગુચ્છ અને શબ્દો વડે આભાર માનવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ પાયલોટ પ્રોજેકટ માટે સરકાર દ્વારા રૂ.50 કરોડની મંજૂરી અપાય છે.

ProudOfGujarat

75 ટકા કે તેથી વઘુ માનસિક અક્ષમતા માટે માસિક 1000/-ની સહાય મળવાપાત્ર જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા સમાજસુરક્ષાને અરજી કરવાની રહેશે

ProudOfGujarat

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!