Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વેશદરા પાસે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઇડ પર આવેલ લકઝરી બસનાં ચાલકે બાઇક સવારને અડફેટે લીધો.

Share

ભરૂચ જિલ્લામાં બિસ્માર બનેલા રોડ રસ્તાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં પણ હવે સતત વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ગણતરીના દિવસોમાં ક્યાંક ખાડાના કારણે અકસ્માતમાં મોત થઇ રહ્યા છે તો ક્યાંક બિસ્માર માર્ગ પરથી પસાર થતા અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે, ઘટનાઓ બાદ લોકોમાં પણ હવે તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે, બિસ્માર માર્ગના રીપેરીંગ કાર્ય અંગે પણ લોકો માંગ કરી રહ્યા છે.

ભરૂચમાં બે દિવસ અગાઉ આ મામલે સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા પણ કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું, સાથે સાથે બિસ્માર માર્ગ અને ખાડાના કારણે જીવ ગુમાવેલા લોકોના પરિવારજનો અને ઇજાગ્રસ્ત લોકો માટે સહાયની પણ માંગ ઉચ્ચારવામા આવી હતી, તેમ છતાં હજુ સુધી બિસ્માર માર્ગોનું રીપેરીંગ કાર્ય જાડી ચામડીમાં અધિકારીઓ દ્વારા કરવામાં ન આવતા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

Advertisement

ભરૂચના દહેજ માર્ગ પર ચાલુ વર્ષના ચોમાસા બાદથી ઠેરઠેર રોડ રસ્તા બિસ્માર બન્યા છે અને મસમોટા ખાડા વચ્ચે જ પડી ગયા હોય વાહન ચાલકો રોંગ સાઈડે ચાલતા નજરે પડી રહ્યા છે જેને લઇ અકસ્માતની ઘટનાઓ બની રહી છે, દહેજ રોડના વેશદરા પાસે આજે સવારના સમયે ખાનગી કંપનીની લકઝરી બસે રોંગ સાઇડથી ઢસી આવી સામે આવી રહેલ બાઇક સવાર ઇસમને અડફેટે લેતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આમ જિલ્લામાં ખરાબ માર્ગના કારણે અત્યાર સુધી ચાર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત થઇ સારવાર લઇ રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, તેવામાં હવે તંત્ર એ પણ વહેલી તકે આ પ્રકારના બિસ્માર માર્ગોને રીપેરીંગ કરી અથવા નવીનીકરણ કરવાની તાતી જરૂરીયાત ઊભી થઇ રહી છે જેથી જિલ્લામાં બનતી રોજ બ રોજની બિસ્માર માર્ગના કારણે અકસ્માતની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેમ જાગૃત નાગરિકો માની રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

સુરત : ઉમરપાડાનાં વડગામમાં તાલુકા કક્ષાની પશુ પાલન તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ આજરોજ રવીવારે સામે આવી વઘુ એક બેદરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ રહ્યા ગેરહાજર. ઈન્ચાર્જ બ્રધર્સ અને સિસ્ટર ની ગેરહાજરી થી દર્દી ઓને પડી મૂશ્કેલી ના છુટકે ખાનગી હોસ્પિટલના સહારે.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરતાં ક્લિનિકમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!