Proud of Gujarat
FeaturedGujaratINDIA

વીડિયો કોલ કરી અશ્લીલ દ્રશ્યો બતાવી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો.

Share

ભારત દેશ ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે,આ ડિજિટલ યુગનો જ્યાં એક યુવા વર્ગ સદઉપયોગ કરી રહ્યો છે તો કેટલાક ભેજાબાજો તેનો દૂર ઉપયોગ કરી વહેલા પૈસા કમાવવા ની લ્હાયમાં અનેક યુવાનોની જીંદગી સાથે રમત રમી રહ્યા હોય તેવા કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને મેસેન્જર જેવી એપ પર આવતા અજાણ્યા વ્યક્તિઓના વીડિયો કોલના ચલણમાં આજકાલ ખૂબ વધારો નોંધાયો છે.

સામાન્ય રીતે સોશિયલ મિડિયા એકાઉન્ટ પર વીડિયો કોલ કરી લોકો એક બીજાના હાલ ચાલ અથવા કોઈ સુંદર જગ્યાએ તથા ધાર્મિક સ્થાને ગયા હોય તો પરિવારના અન્ય વ્યક્તિઓને તેનાથી માહિતગાર કરવા માટે લોકો વધુ ઉપયોગ કરતા હોય છે,પરંતુ હવે તમારા મોબાઈલ અને મેસેન્જર સુધી આવતા અજાણ્યા નંબર પરના વીડિયો કોલ લોકોની ઊંઘ હરામ કરવા જેવી સ્થિતિનું સર્જન કરી રહ્યા છે.

Advertisement

કંઈ રીતે ભેજાબાજ તત્વો લોકોને બ્લેકમેલ કરે છે,?

ભેજાબાજ તત્વો પ્રથમ તો મિટા જેવી એપ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં સુંદર યુવતીઓના ફોટો અપલોડ કરી ફ્રેન્ડ રિકવેસ્ટ જે તે વ્યક્તિને મોકલતા હોય છે, જે ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપટ કર્યાના થોડા સમય બાદ જ તેઓને મેસેન્જર પર મેસેજ આવવાના શરૂ થતાં હોય છે, પ્રથમ તો સામેવાળી ભેજાબાજ વ્યક્તિ શરૂઆતમાં સામાન્ય વાતચિત કરતા હોય છે તેમજ યુઝર્સની અંગત માહિતી પણ મેળવતા હોય છે તેમ તેઓ સામેના મેસેજમાં જે તે સ્થળનું નામ આપી જે તે વ્યવસાય અથવા અભિયાસ કરે છે તેમ જણાવી વિશ્વાસમાં લેતા હોય છે.

બસ થોડા સમય સુધી ચાલેલ વાતચીત બાદ સામે રહેલ ભેજાબાજ યુવતી વોટ્સએપ નંબર માંગતી હોય છે, અતિ ઉત્સાહમાં આવેલ કેટલાય યુવાનો એ યુવતીને પોતાનો વોટ્સએપ નંબર શેર કરતા હોય છે અને બસ ત્યારબાદ જ ભેજાબાજ ટોળકીનો અસલી ખેલ શરૂ થઇ જતો હોય છે,વોટ્સએપ નંબર પહોંચ્યા બાદ ત્યાં પણ થોડા સમય માટે સામાન્ય વાતચીત થાય છે અને પછી સામે બેસેલ યુવતી યુઝર્સને વીડિયો કોલ પર વાતચિત કરવાની ઓફર આપતી હોય છે તેમજ આજે તે બહુ મૂળમાં છે તે પ્રકારના અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરી યુઝર્સના માઈન્ડને ડાયવર્ટ કરતી હોય છે.

આ તરફ ઉત્સાહિત બનેલા કેટલાય યુવાનો સામેવાળી યુવતીની વાતોમાં આવી જઈ વીડિયો કોલ કરતા હોય છે જે બાદ સામે વાળી યુવતી તેના શરીર પરના એક બાદ એક તમામ કપડાં વીડિયો કોલમાં ઉતારી ન્યૂડ અવસ્થામાં દેખાય છે અને બાદમાં પોતાની જાળમાં ફસાયેલ યુવક ને બાથરુમમાં જવાની ઓફર કરી તેને પણ સામે ન્યૂડ કરતી હોય છે,જે બાદ યુવાનો પણ ન્યૂડ થઇ જતા હોય છે અને પોતાના પ્રાઈવેટ પાર્ટ યુવતીને બતાડી દેતા હોય છે, થોડીવાર બાદ અચાનક વીડિયો કોલ બંધ થઈ જતો હોય છે અને બાદમાં જે તે વોટ્સએપ નંબર યુવાને શેર કર્યો હતો તેના ઉપર તેના ન્યૂડ દ્રશ્યો ભેજાબાજ ટોળકીનો સદસ્ય મોકલતો હોય છે.

પોતાના ન્યૂડ વીડિયોની કલીપ જોઈ કેટલાય યુવાનો સમાજમાં બદનામી થશે તેવો દર અનુભવતા થઇ જતા હોય છે તે બાદ સામે વારો ગઠિયો યુવાનને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતો હોય છે તેમજ તેના સોશિયલ મિડિયા આઇ ડી ના તમામ ફ્રેન્ડ અને સગા સંબંધીઓને પણ વીડિયો શેર કરવાની ધમકીઓ આપતો હોય છે,આ બધું જોઈ હેબતાઈ જતા યુવાનો ગઠિયાઓની વાત આખરે માની લેતા હોય છે તો સામે વારો ગઠિયો પણ યુવાનો પાસેથી બ્લેક મેલ કરી સ્ટેપ બાય સ્ટેપ હજારો રૂપિયા પડાવી લેતો હોય છે.

ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે જે બાદ સાયબર ક્રાઇમ પણ એક્ટીવ થઇ છે,લોકોની ફરિયાદો બાદ સાયબર ક્રાઇમ વિભાગ પણ લોકોને આ પ્રકારના અજાણ્યા વીડિયો કોલ ન ઉચકવા તેમજ તેઓની વાતોમાં આવી નાણાં ન આપવા અંગેની અપીલો અવારનવાર કરતું આવ્યું છે, જોકે હજુ પણ આ પ્રકારના વીડિયો કોલ બંધ થવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિનું સર્જન સોશિયલ મિડિયા યુઝર્સમાંથી સામે આવી રહ્યું છે,ત્યારે લોકોને અપીલ છે કે આવા કોલ ન ઊંચકી જેતે નંબરને વોટ્સઅપ અથવા ફેસબુક મિટાના મેસેન્જરમાં જઈ રિપોર્ટ ઓપશન ક્લિક કરવાથી તે આઈ ડી ઓટોમેટિક બંધ થઇ જતી હોય છે.


Share

Related posts

સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર સર્કિટ હાઉસમાં દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી દ્વારા લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!