Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાના હાંસોટમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાગૃતિને મજબૂત કરવા સરપંચોની બેઠક યોજાઈ.

Share

કાકા-બા હોસ્પિટલમાં 46 સરપંચોની એક બેઠક યોજાઈ હતી જેથી ગામના વડાઓને ગંભીર આરોગ્ય અને પોષણ કાર્યક્રમો વિશે અને તાલુકામાંના તમામ બાળકો અને કિશોરોને તેની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી છે.

તેમણે કાકા-બા હોસ્પિટલ અને ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટેજીસ ઇન્સ્ટિટ્યૂટ (GHSi) દ્વારા આરોગ્ય વિભાગ અને ICDSના, સહયોગથી બેઠક આયોજીત કરી હતી, જેનો ઉદ્દેશ્ય હાંસોટમાં આરોગ્ય અને પોષણ યોજનાઓ અને સેવાઓની સારી કામગીરીમાં સરપંચના સમર્થનને મજબૂત કરવાનો હતો. મીટિંગનો ઉદ્દેશ્ય તમામ 46 સરપંચોને સક્ષમ બનાવવાનો હતો કે કેવી રીતે નાના ફેરફારો બાળકો અને કિશોરોના આરોગ્ય અને પોષણ પર ઘણી મોટી અસર કરી શકે છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કુલ 67 સહભાગીઓએ હાજરી આપી હતી. જેમાં અંકલેશ્વર વિધાનસભાના સભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ટ્રસ્ટી, ઈન્દ્રશીલ કાકા-બા અને કલા બુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના ડો. ભરત ચાંપાનેરીયા તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી અલ્પના નાયર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પંચાયતી રાજ વિભાગ હેઠળ, સરપંચો સમુદાયના કલ્યાણ, શિક્ષણ અને આરોગ્ય માટે જવાબદાર છે. સરપંચો અને તાલુકા પ્રમુખને સંલગ્ન અને સક્ષમ બનાવવું, પ્રોજેક્ટ સાહસ – કાકા-બા હોસ્પિટલ અને GHSi દ્વારા એક પહેલ – સંતુલિત આહાર, આયર્ન અને ફોલિક એસિડ (IFA) પૂરક પોષણ , શાળા અને આંગણવાડીમાં ભાગીદારીની જરૂરિયાત વિશે સમુદાય-સ્તરનો સંદેશો પ્રસારિત કરશે. આરોગ્ય તપાસ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) આરોગ્ય ટીમો દ્વારા રેફરલ સલાહની સ્વીકૃતિ અને કિશોરાવસ્થાની કિશોરીઓમાં માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં સુધારો. તેમજ ઈશ્વરભાઈ પટેલ દ્વારા દરેક નાગરિકનું સ્વાસ્થ્યજ તેની મૂડી છે, તેમજ પ્રોજેક્ટ સાહસ દ્વારા સરપંચ માટે વિકસાવવામાં આવેલ પોકેટ બુકનું અનાવરણ કરતાં, કહ્યુ કે સરપંચો જ નાગરિક સાથે જોડાયેલ છે. તેમજ તેમણે દરેક સરપંચોને અપીલ કરી કે કોઇ પણ ક્ષેત્રના વિકાસ માટે તે ક્ષેત્રના સમુદાયનો વિકાસ પણ જરૂરી છે. માટે તેમણે પણ સ્વસ્થ રહેવું જરૂરી છે. ખાસ કરીને કિશોર કિશોરીઓ અને બાળકો કેમ કે તેજ આપડી ભાવિ પેઢી છે. પ્રોજેક્ટ સાહસ દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા કરતાં કહ્યુ કે તમામ સરપંચોને સ્વાસ્થ્ય અને પોષણ થી જોડાયેલ તમામ કાર્યકમોમાં તમારું પૂર્ણ સહયોગ આપીને પોતાની પંચાયત અને તાલુકાના “સ્વસ્થ ગામ સ્વસ્થ ભારત” ની કલ્પનાને સાકાર કરવામાં યોગદાન આપો. કાર્યક્રમ દરમિયાન તમામ સરપંચો ને વિકાશ કાર્યના કામ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

ધારાસભ્યએ ઉત્તરાજ ગામના સરપંચની ગામમાં પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને તેમણે એમ પણ જણાવ્યું હતું કે જો દરેક સરપંચ આવી પહેલ કરે તો તાલુકાનું દરેક ગામ જિલ્લાનું એક સુવિકસિત ગામ બની શકે છે. દરેક ગામ તંદુરસ્ત ગામ બની શકે છે. જિલ્લા વિકાસ અધિકારીએ સાહસ પ્રોજેક્ટની કામગીરીને બિરદાવી હતી, તેમજ હાલમાં જળધારા યોજના દરેક ગામમાં પહોંચી રહી છે. જન આંદોલનમાં જોડાઈને ગામના આરોગ્ય અને સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તેમજ “કુપોષણના ચક્રને તોડવા સાહસ પ્રોજેક્ટ અંતર્ગત કિશોરી અને બાળકો સાથે કામ કરવામાં આવી રહ્યું છે”. તેમજ કિશોરી સ્વસ્થ હોય તો જ સગર્ભા સ્વસ્થ અને સગર્ભા સ્વસ્થ તો બાળક તંદુરસ્ત” ડો. ભરત ચાંપાનેરીયાએ જણાવ્યું કે કાકા-બા હોસ્પિટલ હમેશા લોકોના સ્વાસ્થ્ય માટે સૌથી આગળ રહીને કામ કરે છે. “મને ખૂબ જ આનંદ થાય છે કે સરકાર તેમજ પ્રાઇવેટ શાખા GHSi અને કાકા બા હોસ્પિટલ સાથે મળીને લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહી છે” કાકા-બા હોસ્પિટલ ઘણાં વર્ષોથી આ તાલુકામાં લોકોની આરોગ્ય અને સુખાકારી માટે કામ કરી રહી છે, જેમાં અત્યાર સુધી બીમારી થયા પછી માટે ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી પ્રોજેક્ટ સાહસના માધ્યમથી પણ લોકોમાં બીમારી ના થાય એના માટે કામ કરી રહ્યું છે. કાકા-બા લોકોની સંભાળ તો લેજ છે પરંતુ સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા પર ભાર ના આવે એ વાતની પણ સંભાળ લે છે. તેમના વક્તવ્યના અંતે સર્વને સંબોધીને કહ્યું કે આવનાર ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે માતાનું તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં નવા ડી.ડી.ઓ તરીકે યોગેશ ચૌધરીની નિમણુક કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

વાંકલ : ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!