Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચ નજીકથી વહેતી નર્મદા નદીમાંથી મૃતદેહો મળી આવવાનો સિલસિલો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાંક સમય પહેલા કેબલબ્રિજ પરથી બે પ્રેમી પંખીડાઓએ નદીમાં પડતું મુકયું હતું. ત્યારબાદ એક જુવાન યુવતીએ નદીમાં ઝંપ લાવ્યું હતું. તાજેતરમાં સુપર માર્કેટ વિસ્તારમાં રહેતા યુવકનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ જવાના રસ્તા પર પુલ નીચેથી મળી આવ્યો હતો. ત્યારબાદ આજરોજ એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ દશાશ્વમેઘ ઘાટ ખાતેથી નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. શ્રાવણ માસના દિવસોમાં નર્મદા નદીમાં સ્નાન કરવાનું મહત્વ વધુ હોય છે ત્યારે વૃદ્ધ મહિલા સ્નાન કરવા ગઈ હોય અને તેવામાં ડૂબી જતાં મોત થયું હોય તેવી શંકા સેવાય રહી છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગની પ્રથમ એઆઈ-સંચાલિત ડિજિટલ કેમ્પેઈન ‘ક્લેઈમ યોર કાલ્મ’ શરૂ કરી

ProudOfGujarat

રાજપીપળા : કેનાલનાં કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સામે ટીપ્પણી કરનાર રિપબ્લિક ચેનલનાં એન્કર સામે ફરિયાદ કરવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!