Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાંચ આંગળીઓથી મુઠ્ઠી બને છે, અલગ અલગ રાખશો તો છૂટી જશે, મુમતાઝ પટેલે કોંગી કાર્યકરોને આપી સમજણ.

Share

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીઓને લઇ રાજકીય પાર્ટીના કાર્યકરો અને આગેવાનો અત્યારથી પક્ષને મજબૂત કરવાની નીતિ સાથે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામે લાગી ગયા છે, તેવામાં મર્હુમ અહેમદભાઈ પટેલના દીકરી મુમતાઝ પટેલનો એક વાયરલ વીડિયો ચૂંટણીના જામતા માહોલ વચ્ચે ચર્ચામાં આવ્યો છે, જેમાં તેઓ કાર્યકરોમાં જુસ્સો ફૂંકતા નજરે પડી રહ્યા છે.

મુમતાઝ પટેલ આ વીડિયોમાં કાર્યકરો સાથે ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે, કે જે કોંગ્રેસના કાર્યકરો છે તે દિલથી કોંગ્રેસના કાર્યકરો છે, કોઈને પૈસા નથી આપી રહ્યા કે તમે કોંગ્રેસ માટે કામ કરો, એ વસ્તુ આપણા માટે ફાયદા સમાન છે, બીજી પાર્ટીઓમાં લોકોને પૈસા દઈને લાવવામાં આવી રહ્યા છે, અને કામ કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમારી પાર્ટીમાં લોકો દિલથી જોડાયેલા છે, એ વસ્તુને ફરીથી આપણે જોડવાની જરૂર છે, એ જશ્બો ફરી લાવવાનો છે કે એક પાર્ટી છે એક લોકો છે અલગ અલગ ચાલશો તો પાંચ આંગળીની એક મુઠ્ઠી છે અલગ અલગ રાખશો તો છૂટી જશે તેવી વાત જણાવી મુમતાઝ પટેલે પાર્ટી અને કાર્યકરોને એક જૂથમાં કરવા માટેની કવાયત હાથ ધરી હોય તેમ હાલ આ વાયરલ વીડિયો બાદથી ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

મહત્વની બાબત છે કે થોડા વખતો પહેલા પણ મુમતાઝ પટેલ રાજકીય માહોલ નજીક પહોંચ્યા હતા જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે મુમતાઝ પટેલ કોંગ્રેસમાં સક્રિય થઇ અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ઝંપલાવી શકે છે પરંતુ એ તમામ બાબતો પર તેઓએ પૂર્ણ વિરામ લાવી તેઓ માત્ર સામાજીક કાર્યમાં અત્યાર આગળ વધશે તેમ જણાવ્યું હતું, ત્યારબાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મુમતાઝ પટેલે કોંગ્રેસ પક્ષમાં સક્રિયતા વધારી હોય તેમ તેઓ પાર્ટીને એક જૂથ કરવાની નીતિ સાથે આગળ વધી રહ્યા છે અને કાર્યકરોને સંગઠિત કરવા સાથે તેઓમાં ચૂંટણીઓ જીતવા અંગેનો જુસ્સો ફૂંકતા નજરે પડી રહ્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99254 22744


Share

Related posts

સુરત : ઓલપાડમાં કોરોના વોર રૂમ, તેમજ કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો ,બેસ્ટ આત્મા એવોર્ડ વિજેતા ત્રણ ખેડૂતોનું સન્માન કરાયું

ProudOfGujarat

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!