Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજાશે.

Share

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચમાં પહેલી વખત ત્રિદિવસીય પ્રોજેકટ એકજીબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવ યોજાશે. આગામી ૦૫-૦૬-૦૭ જાન્યુઆરીના રોજ યોજાનાર આ મેગા પ્રદર્શનમાં ૩૮૦ જેટલા પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે.

જ્ઞાનોત્સવ કાર્યક્રમના ભાગરૂપે નારાયણ વિદ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા શાળાના ડાયરેકટર ડો. ભગુભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે વિદ્યાની વહેંચણી અને વિચારોનું વાવેતર એટલે જ્ઞાનોત્સવ. કાર્યક્રમ અને વિસ્તારથી વાત કરતા તેમણે કહ્યું હતું કે માત્ર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજવિદ્યા કે ક્રાફટ અને કલાના જ પ્રોજેકટ નહિ માનવજીવનને સ્પર્શતા વિષયો પર પણ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ કઈ રીતે લાવવા, બાળ માનસનું ઘડતર કઈ રીતે કરવું, વિદ્યાર્થીઓની ખૂબીઓને કઈ રીતે ઓળખવી, અક્ષર સુધારણા, ટ્રાફિક અંગે જનજાગૃતિ, સ્વચ્છતા અભિયાન સહિત સમાજ જીવનને સ્પર્શતા વિષયો પર પણ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યા છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ બહાર આવશે સાથે પ્રોજેકટ જોવા માટે આવતા વિદ્યાર્થી, વાલી, શિક્ષકો અને આમ જનતાને પણ વિશેષ જાણકારી મળશે. આ પ્રદર્શન માટે ૨૦૦ જેટલા નિર્ણાયકો સેવા આપશે. જ્યારે ૨૦૦ થી વધુ વિશેષ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહન આપવા પધારશે તેમ કહી ડૉ. ભગુભાઈ પ્રજાપતિએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તાર સહિત જિલ્લાભરની શાળાઓને જ્ઞાનોત્સવનો લાભ તેમની શાળાના વિદ્યાર્થીઓને પણ મળે તે માટે ખાસ પ્રદર્શનની મુલાકાત લેવા માટે અપીલ કરી હતી.

કોન્ફરન્સમાં ગુજરાતી વિભાગના આચાર્યા બીનીતાબેને વિદ્યાર્થીઓના પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે અંગ્રેજી વિભાગના આચાર્યા વિદ્યાબેન રાણા અને શાળાના શિક્ષક ચીમનભાઈએ પણ જ્ઞાનોત્સવ અંગે માહીતી આપી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને પણ પ્રોજેકટ પ્રદર્શનનો લાભ લેવા અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.

ProudOfGujarat

મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલ મહાન સંત ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો કડી ખાતે ઉજવાતો ઉર્સ કોરોના મહામારીને લઇ મોકૂફ રખાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીમાં કોરોના કહેરમાં અત્યાર સુધીમાં કુલ 63 કોરોના પોઝિટિવ કેસ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!