Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રથમ શિક્ષિકા મહિલા માતા સાવિત્રીબાઈ ફૂલેની 192 મી જન્મજયંતીની ઉજવણી કરાઈ.

Share

ભારત વર્ષના પ્રથમ શિક્ષિકા મહિલા માતા સાવિત્રીબાઇ ફૂલે કે જેમનો જન્મ ૩ જાન્યુઆરી – ૧૮૩૧ મા થયો હતો. તેમની ૧૯૨ મી જન્મજયંતી વ્યારા ખાતે (૧)” માતા સાવિત્રીબાઇ ફૂલે વાંચનલય ” ઝંડા ચોક (૨) ” માતા સાવિત્રીબાઇ ફૂલે સ્માર્ટ આંગણવાડી – ફડકે નિવાસ (૩) મરાઠી પ્રાથમિક શાળા ખાતે ધામધૂમથી ઉજવવામાં આવી હતી.

સંત સાવતા ફૂલ માળી સમાજ અને મહામાનવ જન્મજયંતી ઉજવણી સમિતી – તાપી દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. સવારે ૯=૩૦ કલાકે ઝંડા ચોક, વ્યારા ખાતે આવેલ વાંચનલયમા પધારેલ મહેમાનો હસ્તક દીપ પ્રાગટ્ય, ફૂલહાર અર્પણ બાદ વાંચનલયના વિધાર્થી – વિદ્યાર્થીનીઓએ માતા સાવિત્રીબાઇ ફૂલે વિશે વિસ્તૃત માહીતી શ્રોતાગણ સમક્ષ રજુ કરી હતી.

ફડકેનીવાસ આંગણવાડી ખાતે સોનગઢથી પધારેલ વકતાઓએ માતા સાવિત્રીબાઇ ફૂલના સંધર્ષ વિશે વિસ્તૃત માહીતી આપી હતી. મરાઠી શાળાના શિક્ષકગણ દ્વારા પણ શાળાના હોલમા માતાનો ફોટો મૂકી ધૂપ દીપ પ્રગટાવી પધારેલ મહિલા મહેમાનોએ માતા સાવિત્રીબાઇ ફૂલેએ કરેલ કાર્યો વિશે પ્રવચન કર્યું હતુ. તમામ સ્થળે, ચોકલેટ, પેંડા, આંગણવાડી, શાળાના વિધાર્થીઓ માટે સ્ટેશનરી ( પેન્સિલ, રબર, પેન, નોટબુક્સ ) વિતરણ કરી અલ્પાહરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

Advertisement

આ કાર્યક્રમમા નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના વિવિઘ સમિતિના ચેરમેનો, સભ્યો, સંત સાવતાં સમાજના અગ્રણીઓ, બહુજન સમાજના અગ્રણીઓ, મહિલા મોરચાના અધ્યક્ષ, હોદ્દેદારો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમંતભાઈ તરસાડીયા અને કનૈયાભાઇ માળીએ કર્યું હતું.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આજથી ફરજિયાત માસ્ક પહેરવા જાહેરનામું બહાર પડાયુ જાહેરનામાનો ભંગ કરનાર પર દંડનીય કાર્યવાહી કરાશે.

ProudOfGujarat

ડેડીયાપાડાની એડી સેશન્સ કોર્ટે પોસ્કોનાં કેસમાં વિપુલ રામાભાઇ વસાવાને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી.

ProudOfGujarat

અંદાડા ગામ પાસે લૂંટની ઘટનામાં અન્ય ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પડતી અંકલેશ્વર પોલીસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!