Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજરોજ કાનમ મારવાડી વર્કણ સમાજનું એક સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં કાનમ મારવાડી વરકણ સમાજના ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

12 – 4 – 36 ગામના કાનમ મારવાડી વરકણ સમાજનું પાંચ વર્ષીય સ્નેહમિલન સમારંભ નબીપુર ગામના હોસ્પિટલ પાછળના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું જેમાં કોરોના કાળમાં મુત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ સમાજના લોકોને શિક્ષણ અને વિવિધ શેત્રે સમાજના લોકોને આગળ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહમિલન સમારંભમાં જૂની કારોબારીને બરખાસ્ત કરી નબી કારોબારીની રચના કરવામાં આવી હતી નવી કારોબારીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સહુએ અભિનંદન પાઠવ્યા હતા. આ સ્નેહમિલન સમારંભમાં 12 – 4 – 36 ગામના કાનમ મારવાડી વરકણ સમાજના અગ્રણીઓ તેમજ નબીપુર ગામ પંચાયતના સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો પણ જોડાયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

બંગાળી અભિનેત્રી મલ્લોબિકા બેનર્જીએ સલમાન ખાનના બિગ બોસ 18માં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, “બિગ બોસ દ્વારા લોકો મારી વાસ્તવિક વ્યક્તિત્વ જોઈને વ્યક્તિગત રીતે મારી સાથે જોડાશે”

ProudOfGujarat

ઉમરપાડા : બિલવણ ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલક દ્વારા લોક ડાઉન દરમિયાન 150 કુટુંબોને મફત અનાજ નહીં અપાતા લોકો મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવ્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!