Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શુક્લતીર્થ ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ પોલીસે ઝડપી પાડયા.

Share

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓ પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નબીપુર પોલીસને મળેલી બાતમીના આધારે શુકલતીર્થ ગામે દુબઇ ટેકરી ફળીયા પાસે આવેલ વોટર વર્ક્સની પાછળના ભાગે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં આવેલ ઝાડના નીચે કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમતા હતા.

બાતમીના આધારે પોલીસે રેડ કરતા પાંચ ઇસમો ઝડપાઇ જવા પામ્યા હતા. જ્યારે ત્રણ ઇસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા ઇસમોની અંગ ઝડતીમાંથી કુલ રોકડારૂપિયા ૬૭૧૦/- તથા દાવ ઉપરના ૩૫૫૦/ તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ ૧૪૦૦ મળી કુલ કિ.રૂ ૧૧,૬૬૦./ સાથે આરોપીઓને ઝડપી પાડી ગણના પાત્ર જુગાર કેસ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

વિકાસને શોધો વડોદરા બચાવો જેવી પોસ્ટથી સર્જાયો રાજકીય ખળભળાટ.

ProudOfGujarat

ભરૂચ માં નેશનલ હેલ્થ મિશન ના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભેગા થઇ ભારે સુત્રોચાર કર્યા હતા-સરકાર દ્વારા જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દત ની હડતાળ પર ઉતર્યા હતા….

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ મુલદ ગામ નજીક ટ્રક ની અડફેટે મોટરસાયકલ સવાર યુવાન નું મોત નીપજ્યું હતું……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!