Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મકતમપુરની યુનિવર્સલ સ્કૂલના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

Share

માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરી શકે તે માટે વિવિધ શૈક્ષણિક શાળાઓમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ યોજાઇ રહ્યો છે ત્યારે મકતમપુરની યુનિવર્સલ સ્કૂલ ખાતે પણ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ સ્મૃતિ‌ ચિન્હ અર્પણ કરતા શાળાના શિક્ષકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.

ધોરણ 1 થી 10 અને 12 સુધી એક જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને વિદાય આપતી વેળા શિક્ષકોમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો સાથે કેક કટીંગ કરી તેઓના આર્શીવાદ મેળવ્યા હતા તો વિદ્યાર્થીનીઓએ શાળામાં શિક્ષકો સાથે વિવિધ રમતોમાં પણ ભાગ લીધો હોય અને તે અંગેની સ્મૃતિ ચિન્હો રૂપી પણ એક ભવ્ય ફોટો અર્પણ કર્યો હતો. આ ફોટો શાળાના પ્રિન્સિપાલને અર્પણ કરતા વિદાય લઇ રહેલા વિદ્યાર્થીઓની યાદોને તાજી કરી હતી. વિદાય સમારંભમાં યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એન્ડ હાઇસ્કુલ મકતમપુર ભરૂચ ખાતે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ બંને વિભાગના આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 6 આરોપીની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોનો સિલસિલો યથાવત, ટ્રિપલ અકસ્માતમા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજથી શરૂ, રાહુલ ગાંધીએ પિતા રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!