Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે વર્લ્ડ હેરિટેજ ડે : માત્ર ઈમારતો જ હેરિટેજ નથી હોતી, ઝાડ પણ હેરિટેજ હોય છે !

Share

18 એપ્રિલનો દિવસ એટલે વર્લ્ડ હેરિટેજ ડે. હેરિટેજ શબ્દ આપણા કાને અથડાય એટલે જૂની-પુરાણી ઈમારતો, કિલ્લા માનસપટ પર તરવા લાગે. હેરિટેજને આપણે ત્યાં જૂની ઈમારત પૂરતો સિમિત શબ્દ બનાવી દેવાયો છે પણ એવું નથી. હેરિટેજનો સીધો સરળ અર્થ છે વારસો. આ વારસો કોઈપણ રૂપે હોઈ શકે. એ તળાવ હોઈ શકે, એ નદી હોઈ શકે, એ વૃક્ષો પણ હોઈ શકે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંપત્તિનું રક્ષણ અને જતન કરવાનો છે. ત્યારે આપણે વાત કરીયે ભરૂચ જિલ્લામાં આવેલા હેરિટેજ વૃક્ષ “બાઓબાબ”

કતપોર ગામે ‘બાઓબાબ’ નામનું હેરિટેજ વૃક્ષ આજે પણ હયાત છે. ૨૦૧૪-૧૫ માં વન વિભાગ દ્વારા વૃક્ષને હેરીટેઝ વૃક્ષ જાહેર કર્યું હતું હતું. આ વૃક્ષ દુર્લભ હોવાથી સરકારે રક્ષિત વૃક્ષ તરીકેની નામ ઘોષિત કર્યું છે. રક્ષિત વૃક્ષ એટલે કે તેને કાપવામાં મનાઈ ફરમાવવામાં આવી હોય છે. સરકારની પરવાનગી વગર આ વૃક્ષને કાપી શકાય નહીં, તે એક હજાર વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે.

જાણો રૂખડાના રસપ્રદ ઈતિહાસને….

Advertisement

રૂખડાના વૃક્ષનો ઉપયોગ મોટેભાગે ઔષધીય વનસ્પતિ તરીકે પણ થાય છે. આ વૃક્ષ આશરે ૫૦૦ વર્ષ પહેલા આરબો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મોટેભાગે ગુજરાતના દરિયાકિનારાના આજુબાજુના વિસ્તારોમાં આ વૃક્ષ વધુ જોવા મળે છે. ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે ગોરખનાથે આ ઝાડની નીચે તપસ્યા કરી હતી તેથી તેને ગોરખઆંબલો પણ કહે છે. આ વૃક્ષના થડની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તેનું ફળ આછા ભૂખરા રંગના હોય છે. આ ફળ વાંદરાઓ બહુ ખાય છે, જેથી Monkeybed tree તરીકે પણ ઓળખાય છે. તે આસ્થાનું પ્રતિક છે તેને લીધે લોકો “રૂખડા બાબા” તરીકે પણ પૂજે છે તેની સંખ્યા ઉત્તર ગુજરાત કરતા દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે. આ વૃક્ષમાં અંદર પાણીનો ભંડાર હોય છે. ઝાડની બખોલમાં ચોર સંતાતા હોય ચોર આંબલા તરીકે ઓળખવામાં આવે છે. રૂખડાનું વૃક્ષ આપણા આખા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં એક માત્ર ગણવામાં આવે છે. તે માટે આપણા માટે ગૌરવની વાત કહેવાય. આ વૃક્ષ અલભ્ય હોવાથી તેનું જતન કરવું જરૂરી છે.

ઝાડ હેરિટેજ છે તે કેવી રીતે નક્કી થાય છે ?

વન વિભાગ દ્વારા મહત્વના વૃક્ષોની યાદી તૈયાર થાય છે પછી એક્સપર્ટ પેનલ દ્વારા વૃક્ષોના માપદંડ નક્કી થાય છે. જેમ કે, સૌથી મોટું વૃક્ષ, સૌથી વધારે આયુષ્ય ધરાવનાર વૃક્ષ, અસામાન્ય વૃક્ષ… આ પ્રકારની વ્યાખ્યામાં બંધ બેસતા વૃક્ષોને હેરિટેજ જાહેર કરવામાં આવે છે. સદીઓથી અડીખમ ઊભેલું વૃક્ષ પણ હેરિટેજ ગણાય.

હાલ ગુજરાતના કયાં જિલ્લા માં અને ક્યાં હેરિટેજ વૃક્ષ છે.

હાલ ગુજરાતમાં ભરૂચ, ગાંધીનગર, તાપી, સાબરકાંઠા, વડોદરા, નવસારી, સુરત, જૂનાગઢ, ભાવનગર, નર્મદા, વલસાડ, દાહોદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં કુલ 52 હેરિટેજ વૃક્ષ છે.

ગુજરાતમાં વડ, બહેડા (બઇડો), મહુડો, રુખડો, પીપડો, સાગ, રેઇન ટ્રી, કડાયા, બોરડી, આંબલી, મહોગની, બોરસલ્લી, સેમલ, લીમડો, રાયણ, યુનિક, સાદડ, કલામ, કિલાઇ, ઉંભ, સાદડ, હાળદું, રાયણ, પીલો, તુલસી જેવા હેરિટેજ વૃક્ષો આવેલા છે.


Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આમોદ ખાતે સભા પહેલા વરસાદનું વિઘ્ન, વરસાદ બાદ સભા સ્થળે ઠેરઠેર કાદવ કીચડનું સામ્રાજય થતા તંત્રમાં દોડધામ.

ProudOfGujarat

નબીપુર કન્યાશાળાની ધો. 2 માં અભ્યાસ કરતી છાત્રાએ નિપુણ ભારત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

ગુજરાતમાં માલધારીઓનું ઉગ્ર આંદોલન, સુરતમાં તાપી નદીમાં દૂધ ઠાલવીને કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!