Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આમોદ ખાતે સભા પહેલા વરસાદનું વિઘ્ન, વરસાદ બાદ સભા સ્થળે ઠેરઠેર કાદવ કીચડનું સામ્રાજય થતા તંત્રમાં દોડધામ.

Share

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી ૧૦ ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકાસના વિવિધ કાર્યનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવનાર છે, જેને લઇ આમોદ ખાતે પી.એમ મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કાર્યક્રમ સ્થળે વરસાદનું વિઘ્ન નડયું હોવાનું સામે આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક સ્થળે વાદળ છાયું વાતાવરણ અથવા વરસાદ વરસી શકે છે જે બાદ આમોદ પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ તાલુકાના કેટલાય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્થળે સભા કરવાના છે તે સ્થળે પણ ગતરાત્રીના સમયે વરસાદ વરસતા આજે સવારથી સભા સ્થળ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.

Advertisement

કાર્યક્રમ સ્થળે કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું જોઈ તંત્રમાં દોડધામ મચી હતી તેમજ કાર્યક્રમ સ્થળે ફરીથી કામગીરી શરૂ કરી વરસાદના વિઘ્ન બાદ થયેલ સ્થિતિને સુધારવા માટેની મથામણ કરવાનો વારો આવ્યો હતો. આમ આમોદ પંથકમાં જામેલા વરસાદી માહોલ બાદ પી.એમ મોદીના સભા સ્થળની તૈયારીઓમાં વિઘ્ન ઉભું કર્યું હતું.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

ProudOfGujarat

ઝઘડિયાના અવિધા ગામેથી દારુ બનાવવાનો અખાદ્ય ગોળ તેમજ ગુંડેચા નજીકથી શંકાસ્પદ ડિઝલ ઝડપાયું.

ProudOfGujarat

ગોધરા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!