Proud of Gujarat
FeaturedGujaratINDIA

કર્ણાટકમાં કોંગ્રેસનો ભવ્ય વિજય બાદ દેશભરમાં કોંગ્રેસમાં ઉત્સાહ, ભરૂચમાં પણ કરાઈ જીતની ઉજવણી

Share

કર્ણાટક વિધાનસભાની 2023 ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય જીત હાંસિલ કરવામાં આવી છે, કોંગ્રેસે એકલા હાથે ભારે બહુમતી સાથે સત્તા હાંસિલ કરી છે, ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણીમાં કારમી હાર થઈ છે અને સત્તા પરથી હટવાની નોબત આ ચૂંટણીમાં ભાજપને આવી પડી હતી.

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ દેશભરમાં કોંગી કાર્યકરોમાં ઉત્સાહનો જોશ જોવા મળ્યો હતો, કાર્યકરો એ કર્ણાટકમાં કોંગ્રેસની બંપર જીતની ઠેરઠેર ઉજવણી કરી હતી, ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચી આતશબાજી કરી કર્ણાટકમાં થયેલ કોંગ્રેસની જીતની ઉજવણી કરાઈ હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય : દરેક વિભાગમા સ્ટ્રોંગરૂમ હશે, ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઉત્તરવહીઓ તપાસાશે

ProudOfGujarat

ભરૂચમાં ગુમ થયેલ 13 વર્ષીય બાળક મુંબઈ પનવેલ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો

ProudOfGujarat

કરજણ ખાતે વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની મીટીંગ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!