Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નબીપુર ગ્રામ પંચાયત અને વન વિભાગ ભરૂચના સયુંકત ઉપક્રમે નબીપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશ્વ પર્યાવરણ દિવસની આગોતરી ઉજવણીના ભાગરૂપે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત નબીપુર ગામના જીન માર્ગની બન્ને બાજુ ૧૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

નબીપુર કુમાર શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નવનિયુક્ત પ્રમુખ જયશીલ પટેલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને દૂર કરવા વૃક્ષારોપણ કરી તેનુ જતન કરવુ એજ માત્ર ઉપાય હોવાનુ જણાવ્યુ હતુ. નબીપુર ગામના બીએસએનએલના નિવૃત્ત કર્મી ઈકબાલભાઈ લોલાએ પર્યાવરણની મહત્તા સમજાવી હતી તેમણે વૃક્ષ છેદનને માનવ વધ કરવા બરાબર જણાવ્યુ હતુ. પર્યાવરણની સમતુલા જાળવવા વૃક્ષારોપણ કરવા બદલ ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો તેમણે આભાર માન્યો હતો. લાઈફ મિશન અંતર્ગત વન વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી અંગે સૌ ઉપસ્થિતોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ગ્રામ પંચાયતના પદાધિકારીઓને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્મૃતિ રૂપે આભાર સહ પ્રશિષ્ટી પત્ર એનાયત કરવામાં આવ્યુ હતુ.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં નબીપુર ગામના માજી ડે. સરપંચ અને સરપંચના પતિ મહેબૂબભાઈ ઉર્ફે બાલુભાઈ, ડે.સરપંચ ઈકરામ દશુ, મકબુલભાઈ મીંડા,ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલભાઈ પટેલ, ઉપપ્રમુખો નિલેશભાઈ ટેલર, ઝફર ગડીમલ, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા, મંત્રીઓ જીતેન્દ્ર રાણા,વિરલ રાણા,સહમંત્રીઓ પિન્કેશ પારેખ,અતુલ પટેલ, પી.આર.ઓ જગદીશ સેડાલા,મુકેશ શર્મા સહિતના હોદ્દેદારો તથા સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતું.

Advertisement

Share

Related posts

સ્ટે હટતા અંકલેશ્વર પાલિકા એ પાઇપલાઇન ની કામગીરી શરૂ કરી..

ProudOfGujarat

માંગરોળના વાંસોલી ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર વિરુદ્ધ સેવા શિસ્તના નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!