Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના હાથાકુંડી ગામની સીમમાં જુગાર રમતાં 8 શખ્સો ઝડપાયા

Share

નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈ.કે.એન.વાઘેલાને બાતમી મળી હતી કે હાથાકુંડી ગામમાં રહેતો દિનેશ ગોનાભાઇ વસાવા ગામના જયંતી પટેલનાં શેરડીના ખેતરના શેઢા ઉપર આંબાના ઝાડ નીચે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને બે મોટર સાઈકલ મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાથાકુંડીના નિશાળ ફળીયુમાં રહેતો જુગારી જીગ્નેશ ઉર્ફે જીગો ચીમન વસાવા, નરવેશ અમરસીંગ વસાવા, રીકેશ દામજી વસાવા અને નરોત્તમ પારસીંગ કટવાળીયા, દિનેશ ગોના વસાવા, જયેન્દ્ર ઉર્ફે બોળો રમેશ વસાવા તેમજ સુકરીયા ફુલજી વસાવા, માનસીંગ સેધળ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે માર્ગ ક્રોસ કરતા રાહદારીને કાર ચાલકે અડફેટે લેતા મોત નીપજયુ

ProudOfGujarat

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ગોધરા : શૈલેષભાઈ ઠાકરની સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!