Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિપરજોયની અસર – ભરૂચમાં વરસાદની તોફાની એન્ટ્રી, વાદળો વરસ્યા બાદ સૂર્યદેવના દર્શન યથાવત

Share

ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવતીકાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે તેવી શક્યતાઓ છે ત્યારે હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. સવારે 5.30 કલાકની સ્થિતિ મુજબ, હાલ બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે. તો જખૌ બંદરથી 280 કિમી દૂર છે. વાવાઝોડું પોરબંદરથી 350 કિમી દૂર છે. બિપરજોય વાવાઝોડું નલિયાથી 310 કિમી દૂર છે. હાલ બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે જે બાદ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે તેમ અનુમાન છે, હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારાથી દૂર જઈ રહ્યું છે. જ્યારે કચ્છના જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

બિપરજોયની અસર સોરાષ્ટ્ર સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની તોફાની એન્ટ્રી થઈ હતી, 15 થી 20 મિનિટ સુધી સવારે 9 વાગ્યાથી વરસાદ વરસ્તો જોવા મળ્યો હતો, જેને પગલે માર્ગો પર પાણી પ્રસરી જતા વાતાવરણમાં ઠંડકનો માહોલ છવાયો હતો, જોકે થોડા સમય માટે વરસાદ વરસ્યા બાદ ફરી સૂર્ય દેવના દર્શન થયા હતા અને શહેરનું વાતાવરણ ખુલ્લું થઈ ગયું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદમાં સોના કિરાણા કોમ્પ્લેક્ષની ગેલેરી ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

નડિયાદ : પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ કારણે પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદોને સહાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!