Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.

Share

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાખોરીને ડામવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં શહેરના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોક દરબારમાં ઉપસ્થિત સ્થાનિકોએ શહેરમાં થતા ટ્રાફિક રિલેટેડ તેમજ નશાના વેપલાઓ બંધ કરાવા સહિત વિવિધ મુદ્દે પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તમામ રજૂઆતોને સાંભળી ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.

આ વેળાએ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, DYSP, બી.ડિવિઝન પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ, પોલીસ સ્ટાફ, નગર સેવકો, શાંતિ સમિતિના સભ્યો, સ્થાનિક આગેવાનો સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડીમાં જીવના જોખમે કામ કરતા પીજીવીસીએલનાં કર્મચારીઓ.

ProudOfGujarat

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

કેવડિયા ખાતે દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા પધારેલા વિવિધ રાજ્યોના મંત્રીઓ-વરિષ્ઠ સચિવઓ સહિતના મહાનુભાવોએ વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસની લીધેલી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!