Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર કુબેર ભંડારી મંદિર પાસે ત્રણ મહિના પહેલા બે બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતનો મામલો, પોલીસે સગીર વયના બાળકને વાહન ચલાવવા આપનાર પિતા સામે ગુનો નોંધાયો

Share

કેટલાક વાલીઓ વૈભવનો અનુભવ કરાવવા અથવા સુવિધા પુરી પાડવા વાહનનો ચાવી હાથમાં પકડાવી દેતા હોય છે. સગીર બાળકો પણ જોશમાં વાહનને બેફામ હંકારી પોતાના અને અન્યના જીવને જોખમમાં મુકતા હોય છે. અકસ્માતની આવી એક પ્રાણઘાતક ઘટના બાદ નેત્રંગ પોલીસે વાહન હંકારનાર બાળકના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઉદાહરણરૂપ કાર્યવાહી કરી છે.

ગત તારીખ 21/06/2023 નાં રોજ નેત્રંગ પો.સ્ટે.વિસ્તાર હેઠળના રાજપારડી રોડ ઉપર આવેલ કુબેર ભંડારી મંદિરની સામે પુલ ઉપર હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર-GJ-16-CR-0093 નાં ચાલક પોતાની મોટર સાયકલ લઇ રાજપારડી તરફથી નેત્રંગ તરફ આવતા હતા. તે દરમ્યાન રાજપારડી ત્રણ રસ્તાથી કુબેર ભંડારી મંદિર તરફ મોટર સાયકલ નંબર GJ-16-J-8107ના ચાલકે પોતાની મોટર સાયકલ બેફામ હંકારી લાવી સામેથી આવતી મોટર સાયકલ નંબર-GJ-16-CR-0093 સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં નિર્દોષ વાહનચાલકનું મોત નીપજ્યું હતું. ઘટના બાબતે મોટર સાયકલ નંબર GJ-16-C1-8107નો ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

– અકસ્માતનો સર્જક બાઈક ચાલક સગીર હોવાનું સામે આવ્યું…

ગુનાની તપાસ દરમ્યાન હક્કિત રેકોર્ડ ઉપર આવી હતી કે અકસ્માત સર્જનાર બાઈક નંબર GJ-16-CJ-8107 નો ચાલક સગીર વયનો છે. આ મામલામાં સગીરના પિતાએ પોતાનો દિકરો સગીર હોવાનું જાણતા હોવા સાથે વાહન ચલાવવા માટેની જરૂરી યોગ્યતા ધરાવતો ન હોવા છતાં વાહન સોંપ્યું હતું. સગીર પાસે વાહન ચલાવવા માટે જરૂરી પાસ પરમીટ કે લાઇસન્સ ન હોવા છતાં પોતાના માલિકીનું વાહન ચલાવવા માટે આપતાં સગીરે પોતાની તથા બીજાની જીંદગી જોખમમાં મુકી અકસ્માત સર્જેલ હોવાથી સગીરનાં પિતા વિરુધ્ધ મોટર વ્હીલ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

– સગીરને વાહન સોપનાર પિતાની ધરપકડ…

ઉદાહરણરૂપ કાર્યવાહી માટે પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાથે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તરફથી સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા માટે સખત કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ અને નેત્રંગ પોલિસ દ્વારા સગરીને વાહન સોપનાર પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવા બાબતે ઝઘડો, મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

રન ફોર યુનિટી પર મુંબઇથી નીકળેલ મિલિંદ સોમનનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!