Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : વિછીયાદ ખાતે ડેરીમાં દૂધ ભરવા બાબતે તકરાર, ડેરીના સભ્ય સહિત ૪ વિરૂદ્ધ અરજી કરાઈ.

Share

વાગરા તાલુકાના વિછીયાદ ગામ ખાતે સહકારી ડેરીમાં ગામનાં પશુપાલક ઉસ્માન ઉંમરજી પટેલ દૂધ ભરવા આવતા ડેરીના સભ્ય ઘનશ્યામ સિંહ યાદવે તારું દૂધ પાણી વાળું આવે છે તેમ કહી દૂધ ભરવાની ના પાડી ગાળાગાળી કરી ઝઘડો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. દૂધ ભરવા આવેલ પશુપાલક ઉસ્માન ઉમરજી પટેલે ઘનશ્યામ સિંહ યાદવ, ભવદીપ સિંહ યાદવ, પ્રદીપ સિંહ યાદવ અને દીપ સિંહ યાદવ વિરૂદ્ધ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ કરતી અરજી કરી ન્યાયની માંગ કરી છે. ઉલ્લેખનીય એ છે કે ઘટના અંગે સામસામે ફરિયાદ થતાં વાગરા પોલીસે ઘનશ્યામ સિંહ યાદવનાઓની ફરિયાદ લઈ ઉસ્માન ઉમરજી પટેલ સહિત ૪ લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે, જો કે સામા પક્ષની હજુ સુધી FIR રજીસ્ટર નહિ થતાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે ભરૂચ નજીકમાં નર્મદા નદીનો કિનારો આદર્શ સ્થાન જાણો કેમ ?

ProudOfGujarat

૧૨ ની વિધાથીનીઓ નેટવકૅ ના અભાવે ટેકરા ઉપર ચઢીને ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ખાતે નાણાકિય સાક્ષરતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!