Proud of Gujarat
FeaturedGujaratINDIA

જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી સફાઈ કામગીરીનો તાગ મેળવી નિરિક્ષણ કર્યું

Share

પૂરની પરિસ્થિતિ બાદ ભરૂચ નગરપાલિકા ખાતે રાજ્ય સરકારે ફાળવેલા અલગ – અલગ શહેરના સફાઈકર્મીઓની અંદાજિત ૭૫ જેટલી ટીમો જુદા – જુદાં વિસ્તારોમાં દિવસ- રાત રાઉન્ડ ધ કલોક સફાઈ ઝુંબેશની કામગીરી કરી રહી છે.

મંગળવારે મોડી રાત્રે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ ભરૂચ નગરપાલિકાના કતોપોર બજાર ચારરસ્તા, ફુરજા, દાંડીયા બજાર અને ધોળીકુઈ વિસ્તાર, તેમજ નિચાણવાળા વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક ચાલતી સફાઈ કામગીરીનો તાગ મેળવી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

મોડી રાત્રે ચાલતી સફાઈ કામગીરી દરમ્યાન સફાઈ કામદારોને તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ સ્થળોની મુલાકાત લઈ કામદારોની પૃચ્છા કરી હતી. કામદારોની સતત ખડેપગે રહી આપદાના આ સમયમાં લોકોની પડખે રહી સરકાર તેમની તેમની સાથે છે, એવી પ્રતીતિ કરાવીને પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા હતા.

Advertisement

પૂર પ્રભાવિત વિસ્તારોમાં સફાઈ કામગીરી વેળાએ નગર પાલિકા પ્રમુખ વિભૂતીબેન યાદવ, ભરૂચ પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા, નગર પાલિકા ચિફ ઓફીસર અને આગેવાન પદાધિકારીઓ પણ સતત ખડેપગે રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ : કંપનીઓ દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવા બાબતે ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની કલેક્ટરને પત્ર લખી રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાના માર્ગદર્શનથી ખેડૂતે સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ શ્રી એન ડી દેસાઈ હાઈસ્કૂલ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!