Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કંપનીઓ દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવા બાબતે ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની કલેક્ટરને પત્ર લખી રજુઆત,જાણો વધુ.

Share

ઝઘડીયા જી.આઈ.ડી.સી માં આવેલ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તથા રોજમદારોને લોકડાઉનનાં સમયગાળાનો પગાર ચૂકવવો એ સરકારશ્રીનાં નિર્દેશાનુસાર જરૂરી છે.પરંતુ ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ કેટલીક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા રોજમદારોને કોન્ટ્રાક્ટરો દ્વારા લોકડાઉનનાં સમયગાળા દરમિયાન પગાર ચૂકવાયો નથી એવી અવારનવાર ફરિયાદો જી.આઈ.ડી.સી ઝઘડીયામાં કામ કરતા લોકોએ કરી છે. તેમજ ઝઘડીયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનીયા કંપનીમાં મહિલાઓને નાઈટ સીફટમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે જે બિલકુલ યોગ્ય નથી જે સદંતર બંધ થવી જોઈએ. સાથે જ આ વિષયની ગંભીર નોંધ લઇ તાત્કાલિક અસરથી આની તપાસ થવી જોઈએ તથા ચુકવવાપાત્ર પગાર તાત્કાલિક અસરથી ચૂકવવો જોઈએ એવું ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કલેક્ટરને પત્ર લખી સુચન તથા ભલામણ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફનો માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ProudOfGujarat

ગ્રામ પંચાયતની ચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા લાગુ પડતા નર્મદા જિલ્લામાં “સેવા સેતૂ” ના કાર્યક્રમો મોકુફ રખાયા.

ProudOfGujarat

કરજણના પાછીયાપુરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ૩ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!