Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં ‘ખુશાલી સેહત’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્તન કેન્સર જાગૃતતા અંગે આંગણવાડી અને આશા કાર્યકરની તાલીમ યોજાઈ

Share

ડીસીએમ શ્રીરામ લી., ઝઘડિયાના સહયોગથી ‘ખુશાલી સેહત’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સ્તન કેન્સર જાગૃતતા અંગે આંગણવાડી અને આશા કાર્યકરની તાલીમ યોજવામાં આવી હતી. અમદાવાદ સ્થિત ચેતના સંસ્થા દ્વારા ઝઘડિયા તાલુકાના 18 ગામના આશાવર્કર અને આંગણવાડી વર્કરની ચેતના ઓફિસ ખાતે ડો. તરંગ પટેલ સિનિયર ઓન્કોલોજીસ્ટ સીમ્સ હોસ્પિટલ દ્વારા મહિલા સ્તન કેન્સર જાગૃતિ બાબતે વકૅશોપનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં મહિલા સ્તન કેન્સરની ઓળખ કઇ રીતે કરી શકાય, તેની સારવાર કઇ રીતે કરવી તેના વિષે વિસ્તૃત માહિતી આપી. આ તાલીમમાં મહિલા અને બાળ વિકાસ કચેરી તથા સખી વન સ્ટોપ સેન્ટરના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ કાયદાકીય માહિતી આપી. આ તાલીમમા 67 બહેનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ધોરણ ૧૦ નું પરિણામ જાહેર-ભરૂચ જિલ્લાનું ૬૬.૨૪% પરિણામ….

ProudOfGujarat

કરજણનાં ભરથાણા ગામ પાસે આવેલ ટોલનાકા પાસે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો.

ProudOfGujarat

સુરત : આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધો.10 તથા ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળીને 1,63,330 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!