Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ચાલતા કરોડા ના વિકાસ ના કામોમાં બેદરકારી ની ઉઠી બુમરાણ

Share

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ચાલતા કરોડા ના વિકાસ ના કામોમાં બેદરકારી ની ઉઠી બુમરાણ

શેત્રિય કર્મચારીની બેદરકારી જાણી જોઈ ને તો કરતી નથી ને કે ઉપર સુધી સિસ્ટમ સેટ હોય તેવી ચર્ચાઓ
ભરૂચ જિલ્લા માં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા કરોડો રૂપિયા ના વિકાસ ના કામો વર્તમાન માં જિલ્લા ના વિવિધ સ્થળે ચાલી રહ્યા છે,જેમાં પણ પ્રગતિ હેઠળ ના કામો અંદાજ મુજબ ન થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે,

Advertisement

જે બાબત ની ફરિયાદો છેક જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, ત્યારે સમગ્ર મામલે જોવું રહ્યું કે પ્રજા ના પૈસા થકી થઈ રહેલા આ વિકાસ ના કાર્ય માં થયેલ ઢીલાસ કે બેદરકારી મામલે શું નિષ્પક્ષ તપાસ થશે..?

મહત્વ નું છે કે આ પ્રકાર ની ઉઠેલી ફરિયાદો બાદ ચર્ચાઈ રહ્યું છે કે ભરૂચ, જંબુસર, વાલિયા કે અંકલેશ્વર પેટા વિભાગ માં થયેલા કામોની ઓડિટ ટીમ કેવું ઓડિટ કરશે .? નાયબ કાર્યપાલક ઈજનેર ની વ્યવસતા થી શું ક્ષેત્રીય કર્મચારીઓ પોતાની મનમાની કરી એસ્ટીમેન્ટ થી કે અદાજ થી વિપરીત કામો કરાવે છે,..? તેવી અનેક બાબતો મામલા બાબત થી ચર્ચાનું કેન્દ્ર બની છે,

અત્રે ઉલ્લેખનિય છે કે આવા કર્મચારી ઓ ની બેદરકારી સામે કાયદેસર ની કાર્યવાહી કરાશે કે કેમ? તે બાબત પણ મહત્વ ની છે, સાથે જ ઇજારદાર /કોન્ટ્રાકટર ના બીલો માંથી પેનલ્ટી ના રૂપ માં દંડ કરી અધિકારીઓની બેદરકારીને સમગ્ર મામલે છાવરવાનો પ્રયાસ થશે..? શુ ડીડીઓ નિષ્પક્ષ તાપસ કરાવશે ?

થોડા દિવસ અગાઉ થયેલ એક વિકાસ કામમાં શેત્રિય કર્મચારી અને કોન્ટ્રાક્ટર ની કામગીરી અંદાજ મુજબ ની ન હોય તે બાબતે ડીડીઓ સુધી લેખિત રજુવાત થતા તાત્કાલિક તે કામગીરી અંદાજ મુજબ કરવાના પ્રયાસ થાય હતા જે વાત નોંધનીય છે.

જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યપાલક ઈજનેર આવા ક્ષેત્રીય કર્મચારી અને પેટા વિભાગ સામે કેવી કાર્યવાહી કરશે..? તેવી બાબત પણ સમગ્ર મામલે હાલ જાણવી જરૂરિ બની છે તેમજ જો આ પ્રકાર ની નીતિ થકીજ જિલ્લામા અધિકારી ની કામગીરી થતી હોય તો પ્રજા સમક્ષ પણ તેઓના આ કારનામા ખુલ્લા પાડવા અત્યંત જરૂરી જણાતું હોય તેમ પણ જાગૃત નાગરિકો નું માનવું છે,


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વધુ ત્રણ દર્દીઓને કોવીડ હોસ્પિટલમાંથી રજા અપાઈ જીલ્લો કોરોના મુકત બનશે.

ProudOfGujarat

પરપ્રાંત અને રાજયનાં અન્ય જિલ્લામાં હીજરત કરી રહેલાં મજૂરોને વતનમાં પહોંચાડવા માટે સુરત એસ.ટી.વિભાગે બસો દોડાવી.

ProudOfGujarat

સુરત: વરાછા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળનું ડુપ્લિકેશન કરી ને વેચાણ ના કૌભાંડ નો પર્દાફાશ….જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!