Proud of Gujarat
Uncategorized

કરણી સેના ના રાજ શેખાવટ ની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત,પોલીસે પાઘડી ઉતારી જીપ માં નાંખતા વિવાદ

Share

કરણી સેના ના રાજ શેખાવટ ની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત,પોલીસે પાઘડી ઉતારી જીપ માં નાંખતા વિવાદ

લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. સવારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી. બાદમાં તેઓને સાયબર ક્રાઈમ લઈ જવામાં આવ્યા હતા. અહીં ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે અને થોડીવારમાં રાજ શેખાવતને મુક્ત કરવામાં આવશે. જોકે, આગેવાનોએ પાઘડી ઉછાળનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, ‘વિકસિત ભારત-2047’નો બુલંદ સંકલ્પ : પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે ધ્વજવંદન; તેજસ્વી તારલાઓ, કર્મયોગીઓ અને સમાજસેવકોનું સન્માન, ઝઘડિયા તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક અર્પણ

ProudOfGujarat

અંકલેશ્વરના બાપુનગરમાં જુગાર રમતા ૫ જુગારીઓ ઝડપાયા : ભરૂચ એલ.સી.બી એ ૧૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ProudOfGujarat

નબીપુર નજીક NH-48 પર હાઈવા ટ્રકમાં ભીષણ આગ, હાઈવે પર અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!