Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અસા સ્થિત લકુલીશ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિપર્વની ઉજવણી.

Share

અસા સ્થિત લકુલીશ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિપર્વની ઉજવણી.

ઝઘડીયા તાલુકાના નર્મદા તટે આવેલ અસા સ્થિત લકુલીશધામનાં યોગ આશ્રમ ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય રઘુવીરવાડીના પુષ્પેન્દ્પ્રસાદ મહારાજના આદેશથી ભક્તિપર્વની ઉજવણી કરવામાં આવી હતી,વર્ષ દરમિયાન થનાર અનુષ્ઠાનના પર્વે યોગાશ્રમ સંકુલમાં વડોદરા તથા ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી ઉજવણી કરી હતી,આ પ્રસંગે ભક્તોએ નર્મદા સ્નાન બાદ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા, દોઢ હજાર જેટલા ફળાઉ ઝાડના રોપાનું વાવેતર કર્યું હતું,ત્યારબાદ અદ્વેતાનંદ સ્વામીજીએ સત્સંગ સભાનું સંબોધન કરતા પ્રભૂ ભક્તિ તેમજ વૃક્ષારોપણનું મહત્વ સંબધિત મનનીય પ્રવચન કર્યું હતું,ભાવિકોએ સંપ્રદાયની આરતિ,થાળનું સમૂહ ગાન કરી મહાપ્રસાદ ગ્રહણ કરી કૃતાર્થ થયા હતા.

Advertisement

રિપોર્ટ.નિમેષ ગોસ્વામી ઉમલ્લા


Share

Related posts

આમોદમાં આવેલ મોટા તળાવમાંથી આશરે સાતથી સાડા સાત ફૂટ લાંબો મગર પકડાયો જેને કેવડીયા રેસ્ક્યુ સેન્ટર ખાતે છોડવા માટે લઈ જવામાં આવ્યો

ProudOfGujarat

ઝંઘાર ગામે બકરા ચોર બાબતે ફરિયાદ નોંધાઇ -સી.સી.ટીવી વિડિઓ પંથકભરમાં વાઇરલ…

ProudOfGujarat

નડિયાદ હાઇવે પર કારમાં આગ લાગતાં અફરાતફરી, કાર ચાલકનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!