Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોતસવની ઉજવણી કરાઈ.

Share

જલારામબાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ ૭ના દિવસે ઉજવવમાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ ઉત્સવ આવે છે. આ દિવસે જલારામબાપાના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુર ધામ ખાતે મોટો મેળો ભરાય છે. આજના દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ભજન સત્સંગ સહિત ઉત્સવ ઉજવાય છે.

Advertisement

આજરોજ જલારામ જયંતિ નિમિત્તે ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સમગ્ર જન્મ જયંતી મહોત્સવ દરમિયાન મહાઆરતી, પાદુકા દર્શન, મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો.


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવકને અન્ય બે ઇસમોએ માર માર્યો.

ProudOfGujarat

લો કાર લો બાત…ભરૂચ જિલ્લામાં દેશી દારૂ ના બુટલેગરો દારૂ ના વાહન માટે તવેરા ગાડી નો ઉપયોગ કરે છે……

ProudOfGujarat

સુરેન્દ્રનગરનાં લખતર તાલુકાનાં તાવી ગામનાં યુવાન ખેડૂતે ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને એક દિવસીય આંદોલન કરી ઉપવાસ શરૂ કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!