Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા,ફ્રી પેલેસ્ટાઇન નાં પોસ્ટર લાગ્યા

Share

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યા,ફ્રી પેલેસ્ટાઇન નાં પોસ્ટર લાગ્યા

આજથી ૧૪૦૦ વર્ષ પહેલાં કરબલા ના તપતા રણમાં સત્યના કાજે અ સત્ય સામે દસ દસ દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણો ની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન ર.અ હજરત ઇમામ હુસેન ર.અ તથા તેમના જાંબાઝ સાથીઓની યાદ માં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વ ના મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઇ રહી છે,

Advertisement

ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હશન અને હજરત ઇમામ હુસેન ની યાદમાં કલાત્મક તાજીયા બનાવવામાં આવે છે, ત્યારે યા હુસેન….ના નારા વચ્ચે શહેર ના કતોપોર બજાર,દરવાજા,ફાટા તળાવ,ફુરજા રોડ,ચાર રસ્તા સહિતના આસપાસ ના વિસ્તારોમાં ૩૫ થી વધુ તાજીયાઓનું ઝુલુસ મોહરમ પર્વના ૯ માં અને ૧૦ માં ચાંદ ના રોજ કાઢવામાં આવે છે,જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ના લોકો જોડાય છે,તેમજ શહેર માં ઠેરઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત,દૂધ કોલડ્રિન્ક,સહિત ની નિયાઝ નું વિતરણ પણ ખાસ કરવામાં આવે છેઃ

મોહરમ પર્વ નિમિત્તે મસ્જીદો માં પણ ખાસ બયાન નો કાર્યક્રમ રાખવામાં આવે છે તો કેટલાય લોકો આ દિવસે રોજા રાખી બંદગી પણ કરતા હોય છે,ભરૂચ જિલ્લામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ માં મોહરમ પર્વ મનાવવા આવ્યો હતો,

તૉ બીજી તરફ શહેર નાં ભઠીયાર વાડ વિસ્તારમાં મોહરમ પર્વ નિમિત્તે તૈયાર કરવામાં આવેલ કલા કૃતિ માં અક્સા મસ્જિદ અને ડોમ ઓફ ધ રોક દર્શાવવા માં આવ્યું હતું સાથે સાથે ફ્રી પેલેસ્ટાઇન નાં પોસ્ટર પર નજરે પડ્યા હતા,


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ભુમિદાનનાં રૂપિયા ચૂકવતા રાજપૂત સમાજનાં ભામાશા પરિમલસિંહ રણા.

ProudOfGujarat

અંક્લેશ્વરનાં સાહિત્યકાર સ્વ: ડૉ. જગદીશ ગુર્જરનાં કાવ્ય સંગ્રહનું વિમોચન યોજાશે…

ProudOfGujarat

જી.એમ.ડી.સી નિગમનો અહંકાર ભરેલ કારભારમાં ડ્રાઈવરો અને કામદરો પ્રાથમિક સુવિધાઓથી વંચીત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!