Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ

78માં સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગરૂપે ગામમાં પ્રભાતફેરી, સૂત્રો,નારાં યોજવામાં આવ્યા હતા.પ્રાથમિક શાળા સાહોલ ખાતે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકી તેમજ ગામ પંચાયત ખાતે સરપંચ નવનીતભાઈ પટેલના વરદહસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો.અંકલેશ્વરના સામાજીક કાર્યકર્તા વિજયભાઈ ટી. વસાવાએ સૌબાળકોને ગરમાગરમ નાસ્તો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે બદલ શાળાના આચાર્ય અને સરપંચએ દાતાશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.ગામ પંચાયત દ્વારા તમામ ઉપસ્થિત ગ્રામજનો, બાળકોને મીઠાઈ વહેંચી મોં મીઠું કરાવ્યું હતું. ” એક પેડ માં કે નામ ” અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમયોજી વાલી સંમેલનનું આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસકુમાર પટેલે કર્યુ હતું.આ કાર્યક્રમમાં એસ. એમ. સી. અધ્યક્ષ વનિતાબેન પટેલ, સભ્યો, પંચાયતના સભ્યો, આંગણવાડી-મધ્યાહન ભોજન પરિવાર,ગામજનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ કાર્યક્રમની શોભા વધારી હતી. અંતે આભારવિધિ શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકીએ કરી હતી.અંતે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સિડસ કન્સલ્ટીંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટને નિશાન બનાવી રૂ. 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

માતૃ શક્તિ ને પ્રણામ આજ રોજ મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું…  

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એકને ઇજા, બે નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!