Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ – બે કિશોરો ડૂબી જવાનાં બનાવ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિએ શોકની લાગણી વ્યક્ત કરી બિલ્ડરો સામે કાયદેસરના પગલાં ભરવાં માંગ કરતો આવેદનપત્ર પાઠવ્યું

Share

ભરૂચ શ્રવણચોકડી નજીક આવેલ ઉમરાજ ગામની સીમમાં આવેલ ખાડામાં ડૂબી જતાં બે કિશોરોનાં મોત નિપજ્યાં હતાં. આ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિહ રાણાએ દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમજ મૃતકોનાં સગાં-સંબંધીઓને સાંત્વના પાઠવી છે. આ સાથે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિના પરિમલસિંહ રાણાએ ભરૂચ જિલ્લા કલેક્ટર અને ભરૂચ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે આ કરૂણ બનાવ કુદરતી નથી પરંતુ બિલદેરની અને અન્યોની બેદરકારીના પગલે બે કિશોરો ગૌતમ ગોપાલ ઘીવાલા ઉમર વર્ષ 13 અને રાહુલ મનુ ઘીવાલા ઉમર વર્ષ 14 ના મોત નિપજ્યા છે. આવેદનપત્રમાં એમ પણ જણાવેલ છે કે માટીનુ ખોદકામ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. પરિણામે ખાડો વધુ ઊંડો બન્યો હતો. જેના પગલે આ કરૂણ બનાવ બન્યો હતો. જો બિલ્ડરે સાવધાની અને સાવચેતીના પગલાં લીધાં હોત તો આ બનાવ બન્યો ન હોત તેથીજ કસૂરવારો સામે પોલીસ કેસ કરી કાયદેસરના કડક પગલાં ભરવાં માંગ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

લલ્લુજી એન્ડ સન્સનાં MD દીપાન્સુ અગ્રવાલ પાસેથી અનામત પ્રકારના વૃક્ષ કાપવા બદલ કેવડિયા રેન્જ RFO વિરેન્દ્રસિંહ ઘરીયાએ 1 લાખ વસુલ કર્યા.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં બિનઅધિકૃત વાહનોને નહીં મળે પ્રવેશ, સ્ટીકર લાગેલું હશે તે વાહનને અપાશે પ્રવેશ

ProudOfGujarat

હાલોલ : પાવાગઢ મંદિરે ૫૦૦ વર્ષ પછી ધજા ચઢાવાઈ, પી.એમ મોદી રહ્યા હાજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!