Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આવેલા હનુમાન મંદિરોમાં ભક્તિભાવ માહોલ

Share

 

જિલ્લાભરમાં ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરાઈ

Advertisement

ભરૂચ જિલ્લામાં આવેલા હનુમાન મંદિરોમાં ભક્તિભાવ માહોલ

ભરૂચ.

ભરૂચ જિલ્લામાં પવનપુત્ર હનુમાન જ્યંતીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ભંડારા,ભજનો તથા સુંદરકાંડ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ચૈત્ર સુદ પુનમ એટલે અંજનીપુત્ર હનુમાનની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પવનપુત્ર સહીત અનેક નામો ધરાવતા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જ્યંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા મંદિરોમાં ભક્તિ અને ઉલ્લાસમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાઓ માં વિવિધ મંદિરોમાં ભક્તો હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ તેમજ ભજન-કિર્તન સહિત રામધુન અને ભંડારા યોજવામાં આવ્યા હતાં.હનુમાન જ્યંતીએ ‘જય શ્રી રામ’ના જયઘોષ સાથે મંદિરો ગુંજયા હતા.

જેમાં ભરૂચ શહેરના કસક સ્થીત રોકડીયા હનુમાન મંદિરે તથા પટેલ સુપર માર્કેટ, હનુમાનશેરી ખાતેના જ્ઞાનેશ્વર હનુમાન મંદિરોમાં પૂજન-અર્ચન અને મહા આરતી ભજન જેવા કાર્યક્ર્મો યોજાયા હતા.વહેલી સવારથી જ મંદિરો ભક્તોનું ઘોડા પૂર ઉમટી પડીને દર્શનનો લાભ લીધો હતો.ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, નેત્રંગ, ઝઘડીયા, રાજપારડી,જબુંસર સહિતના નગરોમાં હનુમાન જયંતિની ભકિતસભર માહોલમાં ઉજવણી કરાઇ હતી.


Share

Related posts

ભરૂચ ભુસ્તર વિભાગે ગલેન્ડા ગામે ચાલતું માટી ચોરીનુ કૌભાંડ ઝડપી પાડયું 

ProudOfGujarat

વડોદરા: મહારાષ્ટ્રથી આવેલા 3 લોકો કોરોનો પોઝિટિવ નીકળ્યા

ProudOfGujarat

શમશેર સિંહ ગાંધીનગરથી રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા સંભાળશે, તેમના કામોને જોતા સોંપાઈ મોટી જવાબદારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!