Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – નર્મદા ચોકડી પાર્કિંગમાંથી ચોરાયેલ મોટરસાઇકલ અંગે એલ.સી.બી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અને મોટરસાઈકલ ઝડપી પાડી

Share

ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ગરીબ નવાઝ મસ્જિદ પાસેથી એક આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સંજયકુમાર રણજીત વસાવા રહેવાસી કેમાતુર કંપની પાસે નર્મદા ચોકડી નજીક મૂળ રહેવાસી મળીયા સાંગ તાલુકો ડેડીયાપાડાને ચોરી કરેલ મોટરસાઇકલ સાથે ઝડપી પાડેલ છે. આ આરોપી અગાઉ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તથા જોધપુર રેલ્વે સ્ટેશન પોલીસમાં મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલ છે. આરોપી સ્ટિયરિંગ બ્લોક વગરના મોટરસાયકલની તપાસ કરી સોકેટ ખોલી મોટરસાયકલની ચોરી કરવાની ટેવ ધરાવે છે. આ બનાવ અંગે વધુ તપાસ સી ડિવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

દુધધારા ડેરી અને અંકલેશ્વરનાં ઉદ્યોગ મંડળ સાથે નોટીફાઈડ ઓફિસ દ્વારા સલ્મ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને રોજ સવારે 07:00 કલાકે દૂધ અને બિસ્કિટ આપવાનું નક્કી કર્યું.

ProudOfGujarat

વર્તમાન કોરોના મહામારીનાં સમયમાં ભરૂચ જીલ્લા પોલીસતંત્ર દ્વારા કરાયેલ કામગીરી.

ProudOfGujarat

અંકલેશ્વરની હોસ્પિટલમાં 8 ICU બેડનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!