પ્રોજેકટના કારણે આજુબાજુના ગામોમાં જળસ્તર નીચે જવા સહિત પર્યાવરણને થનાર નુકસાનને લઈને રોષ
ભરૂચ
ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા દમલાઈ તેમજ સોડગામ ખાતે લિગ્નાઈટ માઈનિંગ પરિયોજનાને લઈને મંગળવારે સોડગામ અને ગુરુવારે પડવાલિયા ગામે લોકસુનાવણી યોજવામાં આવનાર છે. ત્યારે લોકસુનાવણી પહેલાં જ સ્થાનિકોએ ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ બન્ને પ્રોજેક્ટના વિરોધમાં રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદન આપ્યું છે.
વાલિયા અને ઝઘડિયા તાલુકામાં ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા ૪૫૦૦ હેક્ટર જમીન લિગ્નાઈટ પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવનાર છે. ત્યારે ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ સોમવારે કલેક્ટર કચેરીએ વાલિયા-ઝથડિયાના અસરગ્રસ્ત
ગામોના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ગામોમાં દાદા-પરદાદાના સમયથી આદિવાસી લોકો વસે છે અને ખેતી, પશુપાલન તેમજ જંગલ પેદાશો તેમના ભરણપોષણ માટે આજિવીકાનું સાધન છે. અહીં તેઓ આદીવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું પેઢી દર પેઢી જતન કરતાં આવ્યા છે. અને જળ, જંગલ અને પર્યાવરણ સાચવવાનું કામ કરતાં આવ્યા છે. ત્યારે હાલમાં જીએમડીસી દ્વારા દમલાઈ ખાતે નવો લિગ્નાઈટ પ્રોજેક્ટ આવી રહ્યો છે. ઉપરાંત વાલિયા સોડગામ લિગ્નાઈટ માઈનીંગ પરિયોજનામાં પણ જમીન સંપાદિત થનાર છે. ત્યારે અંદાજે ૧૧ હજાર એકરમાં બન્ને પ્રોજેક્ટ આવવાથી માનવજાતિ, પશુ-પક્ષીઓ પ્રાણીઓ તેમજ પર્યાવરયાને મોટું નુકસાન થશે જેના પગલે તે બન્ને પ્રોજેક્ટનો તેમણે વિરોધ નોંધાવ્યો છે.
દમલાઈ લિગ્નઈટ પ્રોજેકટને કારણે નહેરને ડાઈવર્ટ કરાતાં ૫૦ ગામોને અસર થશે ઝથડિયા-વાલિયા તાલુકાની જીવાદોરી સમાજ કરજણ ડાબાકાંઠાની નહેરને દમલાઈ લિગ્નાઈટ પ્રોજેક્ટને કારણે બ્રઈવર્ટ કરવામાં આવશે.નહેરના પાણીથી બન્ને તાલુકાને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે છે. જો નહેરને ડાઈવર્ટ કરાશે તો વિસ્તારના આમલઝર, ભીમપોર, રાજપારડી, ગુંડેચા ૧-૨-૩, માલીપીપર, માલજીપુરા ૧-૨, માધવપુરા, ભીમપોર, રાજપારડી, આમોદ, કંચનપરી, માલપોર, સેલોદ, લીંબેટ, હિરાપોર, લુણા, વાલિયા, દેસાડ, ડહેલી સહિતના ૫૦થી વધુ ગામોને પરોક્ષ રીતે પિવાના અને સિંચાઈના પાણીની કટોકટી અને સમસ્યા સર્જાશે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
પ્રોજેકટને કારણે ભુગર્ભ જળનું સ્તર નીચું જતું રહેશે નવો દમલાઈ પ્રોજેક્ટ જો આવશે તો આજુબાજુના કોરઝોન અને બફરઝોનના ૧૦ ક્રિમીના વિસ્તારમાં આવતાં ૩૦થી ૪૦ ગામો અને વાલિયા તાલુકાના ૪૦થી ૫૦ ગામોમાં ભુગર્ભ જળનું સ્તર નીચા જતા રહેશે. આમ પણ ૪૦-૪૨ વર્ષથી ચાલતાં આમોદ, ભુરી, માલજીપુરા લિગ્નાઈટ પ્રોજેક્ટના કારણે આસપાસના ૨૦થી ૨૫ ગામોનમાં ભુગભંજળ તદ્દન ખલાસ થઈ ગયાં છે. અને બીજી તરફ નહેરને ડાયવર્ટ કરવાથી ગામજનોને પાણીની મોટી સમસ્યા ઉદ્ભવશે. અમે મરી જઈશું પણ આ નહેરને ડાયવર્ટ નહીં થવા દઈએ તેઓ વિલાપ સ્થાનિકોએ કર્યો હતો.
વિકાસના નામે આદિવાસીઓનું વિસ્થાપન થઈ રહ્યુ છે આદિવાસી વિસ્તારનો સમાવેશ અનુસુચિત પાંચ માં કરાયો છે. અનુસુચિત પાંચ મુજબ પૈસા એકટ અમલમાં છે પરંતુ વિકાસના નામે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની મોટા ભાગની જમીનો પચાવી પાડવાનો પેંતરો રચે છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટ હોય, નેશનલ હાઈવે-પષ્ટ વિસ્તરણીયકરણ હોય કે અન્ય કોઈ વિકાસના કામો હોય વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ કરવાની ચેષ્ટા કરવામાં આવે છે. વિકાસના નામે આદિવાસીઓનું વિસ્તરણ કરાઈ રહ્યું છે. (અનિલ ભગત-આદિવાસી આગેવાન)
