Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalUncategorized

પહેલગામની ઘટના બાદ ભરૂચના ટ્રાવેલ્સ સંચાલકોએ ટૂર રદ કરી

Share

આગામી દિવસોમાં ૧૪ બસમાં ૭૦૦ પ્રવાસીઓ કાશ્મીર જવાના હતાં

ટૂર સંચાલકોને ૧.૫૦ કરોડથી વધુનો ફટકો, કાશ્મીરના સ્થાનિકોએ પણ રોજગારી ગુમાવી

Advertisement

ભરૂચ.

ગર ફિરદીસ, રૂતે જમીન અસ્ત, હમીન અસ્તો, હમીન અસ્તો, હમીન અસ્ત એટલે કે જો પૃથ્વી પર ક્યાંક સ્વર્ગ હોય તો તે અહીં છે, તે અહીં છે આ વાક્ય કારમીર માટે તેની સુંદરતાને લઈને કહેવાયું છે. જોકે, વારંવાર થતા આતંકી હુમલાએ કારમીરની છબી બગાડી દીધી છે. એક સમય હતો કે, કાશ્મીરમાં સતત કવુંનો માહોલ રહેતો હતો. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી કારમીરમાં આતંકી ગતિવિધીઓ અંકુશમાં આવતાં પ્રવાસન ઉપયોગ પુન: ધીમે ધીમે પાટા પર આવી રહ્યો હતો.

દરમિયાનમાં પહેલગામમાં થયેલાં આતંકી હૂમલામાં પ્રવાસીઓને તેમના નામ-ધર્મ પુછીને ગોળી ચરબી દઈ હત્યા કરવાની ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. હાલમાં કારમીરમાં બંધ જેવો માહોલ છે. ત્યારે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી કુલ ૧૪ બસોમાં ૭૦૦ જેટલાં પ્રવાસીઓ આગામી દિવસોમાં કારમીર કરવા માટે જવાના હતાં. ત્યારે પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ આ તમામ પવાસો રદ કરી દેવાયાં છે. ભરૂચ જિલ્લાના ટ્રાવેલ્સ સંચાલક અને ટ્રાવેલ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જીગ્નેશ બલભહે જણાવ્યું હતું કે. જિલ્લામાંથી ૭૦૦ જેટલાં પ્રવાસીઓ આગામી દિવસોમાં કારમીર જવાના હતાં. જોકે, હાલની સ્થિતીને જોતાં પ્રવાસીઓએ તેમજ ટૂર સંચાલકોએ કાશ્મીરના તમામ પવાસ રદ કરી દીપાં છે. એક પ્રવાસીના ૧૦,૫૦૦ લેખે અંદાજે ૧.૫૦ કરોડથી વધુના બુકિંગ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેના કારણે સ્થાનિક ટ્રાવેલ્સ સંચાલકોને નુકસાન થયું છે. જોકે, તેની સાથે સાથે કારમીરના સ્થાનિકોની રોજગારી પણ છીનવાઈ છે.

 

માહોલ સામાન્ય નહીં થાય ત્યા સુધી કાશ્મીરની ટૂર નહીં ઉપડે

પહેલગામની ઘટના બાદ હાલમાં કારમીરમાં તંગદિલીનો માહોલ છે. પવાસીઓ હાલમાં કારમીરનો પ્રવાસ જવાનું કેન્સલ કરાવી રહ્યા છે. ટ્રાવેલ્સ સંચાલકો પણ હાલની સ્થિતીને લઈને કારમીરનો પ્રવાસ ટાળી રહ્યાં છે. જ્યા સુધી કાશ્મીરનો માહોલ શાંત નહીં પડે ત્યાં સુધી ત્યાંની ટૂર નહીં ઉપડે તેમ ટ્રાવેલ્સ સંચાલકોમે જણાવ્યું હતું.

 

...તો તે દિવસે ભરૂચના ઘણા લોકો પહેલગામમાં હોત

ભરૂચમાંથી ઘણી બધી ટૂરની ગાડીઓ ગત સપ્તાહમાં જ કારમીર જવા માટે રવાના થવાની હતી. જોકે, રામબાલમાં થયેલાં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ જવા સહિતની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે ગત સપ્તાહની તારીક લંખાઈ ગઈ હતી. જો, રામખાલમાં ભૂસ્ખલન ન થયું હોત તો ભરૂચના ઘણા લોકો ઘટનાના દિવસે પહેલગામમાં હોત.


Share

Related posts

રાજપીપળા : આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન

ProudOfGujarat

પંચમહાલના ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી ખાતે શ્યામપ્રસાદ મુર્ખજીની જન્મદિવસની ઉજવણી

ProudOfGujarat

માંગરોળની ઘી વેરાકુઇ દૂધ ઉત્પાદન સહકારીમંડળી ના પ્રમુખ,ઉપ પ્રમુખની બિન હરીફ વરણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!