ભરૂચના ઝઘડીયાના ઉમલ્લા અને નર્મદા ચોકડી, ભરૂચ ખાતે કાર્યવાહી
ભરૂચ.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં બનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ છે. ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઈઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અન્વષે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા શુક્રવાર વહેલી સવારે ઝપડિયા તાલુકાના ઉમલ્લા ખાતે તેમજ ભરૂચના નર્મદા ચોકડી, ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૪ વાહનો ટ્રક નંબર જી.જે.૯, એવી-૭૨૮૩, જીજે-૧૯. ઝેડ-૧૮૨, જી.જે.૧૨, એડબલ્યુ ૯૭૨૯, ડીડી-૦૧, પી-૪૪૯૬ ને સીઝ કરી અંદાજીત કુલ ૮૦ લાખનો મુદ્દામાલ જપત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા સેવા સદન, ભરૂચ ખાતે ટ્રકને સિઝ કરવામાં આવી છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી ચાલુ છે.
