Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શ્રવણ ચોકડી પાસે ડમ્પરની ટક્કરે બાઈક સવાર મહિલાને ઈજા

Share

ભરૂચ

રાજસ્થાનના કોટાનો વતની ભુપેન્દ્રસિંહ રવિન્દ્રસિંહ સોલંકી હાલમાં તેમના પરિવાર સાથે શ્રવણ ચોકડી પાસે આવેલાં નારાયણ એરેના ખાતે રહે છે. તેઓ સવારના સમયે ઘરે હતાં તે વેળાં તેમની પત્ની રાજેશ્વરી તેમની મોપેડ લઈને શક્તિનાથ શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે નિકળી હતી. દરમિયાનમાં સાડાઆઠ વાગ્યાના અરસામાં કોઈ શખસે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તેમની પત્નીનો શ્રવણ ચોકડી પાસે અકસ્માત થયો છે. ડમ્પર ચાલકે તેમની પત્નીની મોપેડને અકસ્માત કરતાં તેમને ગંભીર ઈજાઓ થઈ છે. અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ .જેથી તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ પર પહોંચતાં તેમની પત્નીને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જણાતાં વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નાશિકમાં ડ્રગ ફેક્ટરી પર દરોડામાં 300 કરોડનું મેફેડ્રોન જપ્ત કરાયું

ProudOfGujarat

ભરૂચ શહેરને પૂરું પાડતી નહેરમાં પડેલ ગાબડું વહેલી તકે રીપેરીંગ કરવા વિપક્ષના સભ્યોની માંગ

ProudOfGujarat

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!