વાંકલ
માંગરોલ ના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત સિંહ વસાવા ના હસ્તે સેલારપુર ગામે 13.65 લાખ નું નવું બનાવેલ ગ્રામ પંચાયતનું લોકાર્પણ 12લાખ ના ખર્ચ થી બંધાયેલ આંગણવાડી નું લોકાર્પણ તથા 20 લાખના પ્રાથમિક શાળાના ઓરડાનો ખાત મુહર્ત. વેરાકુઇ તુકેદ કડવાલી રોડ નું લોકાર્પણ રૂપિયા 110લાખ, વેરાકુઇ ગામે પ્રાથમિક શાળામાં 8ઓરડા નું ખાતમુહૂર્ત રૂપિયા 80લાખ, વસરાવી થી શાહ નવાપરા ને જોડતા રસ્તાનું લોકાર્પણ રૂપિયા 70લાખ,વસરાવીશાહપરા રસ્તાને જોડતો રસ્તાનું લોકાર્પણ રૂપિયા 20લાખ, વેરાકુઇ બાંડીબેડીમાં આગણવાડી નું લોકાર્પણ 12લાખ, શાહ નવાપરા પ્રાથમિક શાળાનો ઓરડો 10લાખ નું ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યકમો યોજાયા હતા.આમ કુલ રૂપિયા 3.33કરોડ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યકમો યોજાયા હતા.આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના સભ્યદિનેશભાઈ સુરતી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા,માંગરોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી, પંકજભાઈ ચૌધરી ઉપપ્રમુખ, અફઝલખાન પઠાણ,ચંદન બેન ગામીત,તૃપ્તિ બેન મૈસુરીયા,સરપંચ કરમાં ભાઈ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેર એ કરેલ હતું.
