Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદ મામલતદાર કચેરીમાં કોંગ્રેસનું આંદોલન: ભાજપના કબ્જા મુદ્દે વિરોધ પ્રદર્શન, કાર્યકરોની અટકાયત

Share

આમોદ મામલતદાર કચેરીના સંકુલમાં આવેલા એક રૂમ પર ભાજપનો કબ્જો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિએ આરોપ લગાવ્યો છે કે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સરકારી જગ્યાનો ઉપયોગ તેમની ઓફિસ બનાવી તેના બેઠકો કરી મિટિંગો કરી રહ્યા છે.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી આ મુદ્દે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આજે ઉગ્ર આંદોલન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ મામલતદાર કચેરીમાં જઈને ‘મામલતદાર હાય હાય’ના નારા લગાવ્યા હતા. મામલતદારે પોલીસને બોલાવતા કોંગ્રેસ પ્રમુખ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વધુ વ્યાપક આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને પગલે મામલતદાર કચેરી અને રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.


Share

Related posts

વાવાઝોડાને લઈ શહેર સહિત ૧૦૦ થી વધુ ગામમાં અંધારપટ છવાયો

ProudOfGujarat

વલણ હોસ્પિટલ ખાતે આંખોના મોતિયા તેમજ રોગ નિદાન માટે મફત કેમ્પ યોજાયો…

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!