Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આતંકી હુમલામાં શહિદ થયેલાં ૨૬ લોકોને આજે ન્યાય મળ્યો : ભરૂચવાસીઓ

Share

પાકિસ્તાન-પીઓકેમાં થયેલાં એરસ્ટ્રાઈકને મિઠાઈ વેચી વધાવી
। ભરૂચ ।
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કેટલાંક મુસ્લીમ બિરાદરોએ પાકિસ્તાન અને પીઓકેમાં રહેલાં આતંકીઓના અડ્ડા પર ભારતે રાત્રીના સમયે જે એરસ્ટ્રાઈક કરી હતી. તેને વધાવી લીધી હતી. ભારત દેશન ઝંડો લહેરાવી પહેલગામમાં બનેલી આતંકી ઘટનામાં ભારતે બદલો લીધો હોવાની ભાવના સાથે લોકોને મિઠાઈ ખવડાવીને એરસ્ટ્રાઈકને વધાવી લીધી હતી.
પહેલગામમાં આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોના પ્રાણ લીધાં હતાં. તે ઘટનાથી દેશભરમાં ભારે રોષ હતો. આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ મળે તેવી તમામ હિન્દુસ્તાનીઓની ભાવના હતી. ગત રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે ખાતે આવેલાં આતંકીઓના ૯ અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરીને તેમનો સફાયો કર્યો છે. પહેલગામમાં શહિદ થયેલાં ૨૬ નિર્દોષોને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલી. ન્યાય મળ્યો છે. ભારતીય સેનાએ જે બદલો લીધો છે તેને સમસ્ત મુસ્લીમ સમાજ તેમજ દેશના ૧૪૦ કરોડ દેશવાશીઓ આવકારે છે તેમ મુસ્લીમ આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત ૧૦૦ આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે ભારત સરકાર અને ભારતીય સેનાની આ કાર્યવાહીને દેશના દરેક નાગરિકનું સમર્થન છે. ૨૬ નિર્દોષ નાગરિકો શહિથ થયાંની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો હતો. ત્યારે ભારતીય સેનાની આ સાહસથી ભરેલી કામગીરીથી તેમને ન્યાય મળ્યો છે. આતંકીઓ સામેની લડતમાં સરકાર અને દેશની જનતા ભારતીય સેનાની સાથે જ છે.


Share

Related posts

અમદાવાદમાં જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

અમદાવાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા_પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને કરી રજૂઆત..file pic

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!